નવી દિલ્હી : ભારતમાં હવે ભગવાન શિવના (Lord Shiva) નામનું એક હથિયાર (weapon) બનીને તૈયાર થશે. આ હથિયાર એક અત્યંત ઘાતક રોકેટના (Deadly Rocket) સ્વરૂપમાં હશે. દુશ્મન દેશ ઉપર ત્રાટકશે ત્યારે તેમના દાંત ખાંટા કરી દેશે. આ રોકેટ એક લાંબા અંતર સુધી વાર કરી શકે તેવી ગાઈડેન્ડ રોકેટની ટેક્નોલોજી (Guided Rocket Technology) તેમાં ઉપયોગ કરવામાં આવી છે. જેનું નામ મહેશ્વરાસ્ત્ર (Maheshvarastra) છે. આપણા પૌરાણીક કથાઓમાં પણ તેનો ઉલ્લેખ છે કે ભોળાનાથ પાસે પણ આવું જ હથિયાર હતું. જેમાં તેમના ત્રીજા લોચનની શક્તિ હતી. તે કોઈને પણ બાળીની ભસ્મીભૂત કરી નાખવાની ક્ષમતા ધરાવતું હતું. ભારતમાં બનનારૂ આ રોકેટને આપણે દેશી હિમાર્સના નામથી પણ ઓળખી શકીશુ.
- ભગવાન શિવના નામનું એક હથિયાર ભારતમાં બની રહ્યું છે
- અત્યાધુનિક હથિયાર મહેશ્વરાસ્ત્રને ભારતની એક સોલાર ઇન્ડસ્ટ્રી બનાવશે
- ભારતમાં બનનારા આ રોકેટ દેશી હિમાર્સના નામથી પણ ઓળખાસે
અત્યાધુનિક હથિયાર મહેશ્વરાસ્ત્રને ભારતની એક સોલાર ઇન્ડસ્ટ્રી બનાવશે
આ અત્યાધુનિક હથિયાર મહેશ્વરાસ્ત્રને ભારતની એક સોલાર ઇન્ડસ્ટ્રીના ઇન્જીનીયરો બનાવશે. કંપનીના મોટા અધિકારીઓએ આ વિશિષ્ટ રોકેટ વિશેની જાણકારીઓ આપતા કહ્યું હતું કે, અમે આ નામ ભગવાન શિવના અસ્ત્રથી પ્રેરાઈને બાનવીશું. જેની તાકાત પણ એવીજ હશે. તેને બનવવામાં ગાઇડેડ રોકેટની ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. જેના બે વર્ઝનો બનશે. મહેશ્વરાસ્ત્ર-1 અને મહેશ્વરાસ્ત્ર-2 પહેલા તૈયાર થનારા રોકેટની રેન્જ 150 કિલોમીટર હશે જયારે અન્ય 290 કિલોમીટર સુધી વાર કરવાની ક્ષમતા ધરાવવાની ખૂબીઓ રાખે છે.
મહેશ્વરાસ્ત્ર-1ને દેશી હિમાર્સ નામથી પણ ઓળખી શકાશે
અધિકરીઓએ વધુમાં જાણકારી આપતા કહ્યું હતું કે, આ રોકેટ દોઢ વર્ષની ટાઈમલાઈનમાં બનીને તૈયાર થઇ જશે. હાલ આ પ્રોજેક્ટમાં 300 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. જે સાઉન્ડની ગતિ કરતા ચાર ઘણા વેગ સાથેની રફ્તારથી દુશ્મન ઉપર ત્રાટકશે. એટલેકે 5680 કિલોમીટર પ્રતિ કલાકની રફ્તાર જોત જોતામાં પકડી લેશે.એટલેકે આ હથિયાર માત્ર એક જ સેકન્ડમાં લગભગ દોઢ કિલોમીટરની રફ્તાર પકડી લેશે. મહેશ્વરાસ્ત્ર-1ને દેશી હિમાર્સ નામથી પણ ઓળખી શકાશે. જેનું બીજું વર્ઝન બ્રમ્હોસ મિસાઈલ્સની ટક્કરનું હશે. એટલે કે દુશમનોને તેના વારથી બચવાનો કોઈજ મોકો નહિ મળે.
ગાઈડેડ મિસાઈલ હોવા છતાં તેને રોકેટ જ કહીશું
હાલમાં પિનાક ગાઈડેડ રોકેટ સિસ્ટમ અને સરફેસ-ટુ સરફેસ મિસાઈલની વચ્ચે હથિયારોની ઉણપ છે. પિનાકની રેન્જ 75 કિલોમીટર છે જયારે SSM હથિયારની રેન્જ 350 કિલોમીટર છે. આ બન્ને વચ્ચે હથિયારની ખોટ આપણે સાખી રહ્યા હતા,જેને મહેશ્વરાસ્ત્ર રોકેટ સિસ્ટમ સરભર કરશે. અધિકારીઓએ વધુમાં કહ્યું હતું કે અસલમાં આ ગાઈડેડ મિસાઈલ જ છે પણ આપણે તેને રોકેટ જ કહીયે છીએ..