સુરત (Surat): વરાછાના (Varacha) યુવાનને લગ્નની (Merriage) લાલચ આપી તેના સોનાના ઘરેણાં (Gold Jewelers ) તથા રોકડા (Cash) મળી કુલ રૂપિયા 1.96 લાખ લઈ ભાગી જનાર લૂંટેરી દુલ્હનને (Looteri Dulhan) સુરતના વરાછાની પોલીસે ઝડપી પાડી છે. 23 વર્ષની નાની ઉંમરમાં આ લૂંટેરી દુલ્હને અનેક યુવાનોને આ રીતે છેતર્યા (Cheating) હોવાની કબૂલાત કરી છે. કચ્છ ગાંધીધામના રાપર પોલીસ સ્ટેશનમાં પણ તેની વિરુદ્ધ ફરિયાદ (Complaint) નોંધાઈ છે. રાપરના યુવાનના રૂપિયા 1.80 લાખની માલમત્તા લઈ તે ભાગી ગઈ હતી. વરાછાની પોલીસે બાતમીના આધારે તેને ઝડપી (Arrest) પાડી છે.
- મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદની વતની સ્વાતી હિવરાળે પકડાઈ
- વરાછા પોલીસે બાતમીના આધારે લૂંટેરી દુલ્હનને પકડી
- વરાછા ઉપરાંત કચ્છના રાપરના યુવાનને પણ લૂંટ્યો હતો
આ યુવતીનું નામ સ્વાતી ગણેશ તાનાજી હિવરાળે છે. તેની ઉંમર 23 વર્ષ છે. મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદની રહેવાસી છે. ગુજરાતમાં તે લગ્ન ઈચ્છુક યુવાનોને ફસાવીને લૂંટતી હતી. તે છેલ્લાં બે વર્ષથી નાસતી ફરતી હતી. આખરે વરાછા પોલીસે બાતમીના આધારે તેને પકડી પાડી છે. આ સાથે જ વરાછા પોલીસે રાપરનો ગુનો પણ ઉકેલ્યો છે. વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એન. ગાબાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.જી. પરમાર તથા એએસઆઈ સુનિલ પ્રદીપભાઈ તથા હે.કો. સંદિપ ગોવિંદ, રાકેશ ચીકુભાઈ, દરમદાસ સ્વરૂપદાસ, જીગ્નેશ નાનજી તેમજ લોકરક્ષક લતાબેન રામજીભાઈ અને હંસાબેને લૂંટેરી દુલ્હીનને પકડી હતી.
થોડા સમય પહેલાં સુરત એસઓજીએ ધ્રાંગધ્રાની લૂટેરી દુલ્હનોને પકડી હતી
ગુજરાત પોલીસ લૂટેરી દુલ્હનોને ડામવા માટે કટીબદ્ધ બની છે. થોડા સમય પહેલાં સૌરાષ્ટ્રના ઉનામાં લૂટેરી દુલ્હન લૂંટીને ભાગી જતા યુવાને આપઘાત કર્યો હતો ત્યાર બાદથી પોલીસ એલર્ટ થઈ છે. થોડા સમય પહેલાં સુરત એસઓજીએ મૂળ ગીર પાસેના ધાંગધ્રાની મહિલા ઠગને પકડી હતી. આ મહિલા ઠગ લગ્ન માટે દસ તોલા સોનુ અને રોકડ માગતી હતી અને બાદમાં ગાયબ થઈ જતી હતી. ધાંગધ્રાની ગેંગે ગુજરાતમાં આવી પાંચ ઘટનાઓને અંજામ આપ્યો હતો.