SURAT

રામપુરા ખાતે 19 લાખની લુંટ કરી બે આરોપી મહારાષ્ટ્ર ભાગે તે પહેલા મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યા

સુરત રામપુરા ત્રણ રસ્તા જાહેર રોડ ઉપર રેમ્બો છરા વડે હૂમલો કરી રોકડા 19 લાખ રૂપિયાની લુંટ કરનાર રોકડ લુંટ માટેની ટીપ આપનાર આરોપીને મહારાષ્ટ્ર ભાગી જાય તે પહેલા મહિધરપુરા પોલીસે બે બાઈક અને હુમલો કરેલા છરા સાથે ઝડપી પાડ્યા હતા.

રામપુરા રાજાવાડી ખાતે આવેલી સુપ્રીમલ ઓઈલ ટ્રેડર્સ નામની ઓફીસમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા મોહમદ અમીન મોહમદ યુસુફ શેખ (રહે., ગોપીપુરા મોમનાવાડ, જુના ખંડોર બડેખા ચકલા પોલીસ ચોકી પાછળ) તથા સહ કર્મચારી સાહેદ અબ્દુલ હમીદ અબ્દુલ રહેમાન અંસારી (રહે. મન્નત એપાર્ટમેન્ટ, ફુલવાડી ભરીમાતા રોડ, સુરત) ગઈકાલે પોતાની પાસે રહેલી બેગમાં કંપનીના રોકડા 19 લાખ રૂપિયા પોતાની મોટર સાયકલ ઉપર લઈને જતા હતા. તે દરમ્યાન રામપુરા ત્રણ રસ્તા ક્રીષ્ના મંદીર પાસે પહોંચતા પાછળથી એક અજાણ્યો મોટર સાયકલ ઉપર આવી અબ્દુલ હમીદને જમણા પગ ઉપર રેમ્બો છરી વડે ઘા કર્યો હતો. અને બેગમાં રહેલા 19 લાખની લુંટ કરી નાશી ગયો હતો. આ અંગે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.

દરમિયાન મહિધરપુરા પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળેલી કે રામપુરા ખાતે થયેલી લુંટના ગુનામાં સંડોવાયેલા તોસીફ ઉર્ફે ૧૦૮ તથા ગફરશા મલંગશા હાલમાં લાલદરવાજા પટેલવાડી જાહેર શૌચાલય પાસે મળી લુંટના રૂપીયાના ભાગ પાડી મહારાષ્ટ્ર તરફ ભાગી જવાના છે.

બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી મહિધરપુરા લાલદરવાજા પટેલવાડી જાહેર શૌચાલય ખાતેથી લુંટમાં સંડોવાયેલ આરોપી તોસીફ ઉર્ફે ૧૦૮ ગુલામ મહોમદ બાબુ જાપાન અંસારી (ઉ.વ.૨૬, રહે. ખ્વાજાનગર માનદરવાજા) તથા ગફારણા મલંગશા દીવાન (ઉ.વ.૨૭, રહે. રાજાવાડી ઝુંપડપટ્ટી શૈયદપુરા, લાલગેટ) ને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી લુંટમાં ગયેલી રોકડમાંથી ૧૫,૭૭,૫૧૦ રૂપિયા તથા લુંટમાં વાપરેલી 2 મોટર સાયકલ તથા રેમ્બો છરો કબજે લીધા હતા. બંને આરોપી લાંબા સમયથી બેકાર હોવાથી શોર્ટકટમાં રૂપિયા કમાવી લેવા લુંટની પ્લાન ઘડી કાઢ્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top