દુનિયાના નકશા ઉપર પાકિસ્તાન એક નાસુર બનીને ઉભર્યું અને આખી દુનિયામાં ઇસ્લામી આતંકવાદ ફેલાયો. ભારત પાસે કાશ્મીર પડાવી લઇ ભારતને તબાહ કરવાની લ્હાયમાં 70 વર્ષથી કાવતરાં કરી કરીને ખુદ બરબાદ થયું. આજે પાકિસ્તાન દેવાદાર બની ભીખ માંગી રહ્યું છે. પ્રજા મોંઘવારીમાં રિબાઇ રહી છે. પાકિસ્તાની રૂા.ની દુનિયામાં કોઇ વેલ્યુ રહી નથી અને પાકિસ્તાને ભારતને ઠમઠોરવા જે લશ્કર ઊભું કરેલું એ પેટ્રોલ, ડીઝલની કમીને કારણે ભારત સામે 24 કલાકમાં ઢેર થઇ જાય એવી હાલત છે. પાકિસ્તાનીઓ ભારતની પ્રગતિ જોઈ આંસુ સારી રહ્યાં છે અને પોતાના શાસકોને ગાળો દઇ રહ્યા છે. આજે પાકિસ્તાનનો કુલ જીડીપી 342 કરોડ ડોલર છે.
એની બરોબરીમાં ભારતના મુંબઇ શહેરની જીડીપી વાર્ષિક 340 કરોડ ડોલર છે અને ભારતની એકમાત્ર ટાટા કંપનીનું વાર્ષિક ટર્નઓવર પાકિસ્તાનના કુલ જીડીપી કરતાં વધુ યાને 345 કરોડ ડોલરથી વધુ છે. ભારતવાસીઓએ ગર્વ લેવા જેવો છે કે ભારતની ટાટા કંપની પાકિસ્તાનને પોતાની કોઈ પ્રોડકટ કયારેય વેચતી નથી. ડબલ ભાવ આપે તો યે નહિં! ભારતમાં 1 લાખમાં મળતી બાઇક ત્યાં 2 લાખ આજુબાજુ વેચાય છે. ભારતની મહિન્દ્રા કંપનીની થાર અને HAWK જીપ ગાડી ભારતમાં 15/17 લાખમાં મળે છે એના પાકિસ્તાનમાં 70/80 લાખ ચુકવવા પડે! હિન્દુસ્તાન અને હિન્દુઓને તબાહ કરવા નીકળેલું પાકિસ્તાન ખુદ તબાહ થયું છે અને આજે ભારતથી 25/30 વર્ષ પાછળ રહી ગયું છે. આપણેય આમાંથી શીખવાની જરૂર છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
સસ્પેન્ડ થાવ અને ઘેર બેઠાં પગાર મેળવો
ખોટું કરવામા હાલના સરકારી બાબુઓ અને અધિકારીઓ એટલા ઉસ્તાદ,નફ્ફટ અને બેશરમ થઇ ગયા છે કે તંત્રના કાયદા અને સરકાર એનુ કશું બગાડી શકતી નથી.ભ્રષ્ટાચાર અને ગેરરીતી તેમજ ફરજ બજાવવામાં ગમે એટલી ગંભીર બેદરકારી કેમ ના હોય, તેમને નોકરી ગુમાવવાનો ભય જ નથી.કારણ ? તપાસ સમિતિ ,પંખી માળો બનાવે એમ પૂરાવા,કારણો અને પૂછપરછના તણખલાં ભેગા કરવામાથી ઉંચી જ નથી આવતી.બીજું કાયદાઓની કડક પાંખો , કયારેક વકીલો કે સાક્ષીઓની દલીલની ધારદાર કાતરથી કાપી નંખાય છે.
ઉપરાંતશિવજીની ત્રીજી આંખ જેવુ કોપાયમાન યુનિયન આવા કર્મચારીઓનું ઉપરાણું લેવા તૈયાર જહોય છે .( બધા યુનિયન આવા નથી) એના નેતાઓ કંપનીઓ કે સરકારી ઓફિસ પાસે ધરણાની ધજા ફરકાવીને કે આંદોલનની આતશબાજી કરીને જે તે કર્મચારીને બચાવી લેવા ધરખમ પ્રયાસો કરે છે, પરિણામે તંત્રએ આવા કર્મચારીને ફરી નોકરી પર લેવાની ફરજ પડે છે. આમા સસ્પેન્ડ થનાર બાબુઓ માટે મજાની વાત એ છે કે એને આ આખા,ફરી નોકરી પર ના લેવાય ત્યાં સુધીના સમય માટે ,અડધો પગાર એમના ખાતાંમા દર માસે ઘેર બેઠાં જમા થતો રહે છે.આવું શા માટે ?ઝડપભેર ઇન્કવાયરી કરીને એમને કાયમી ધોરણે ઘરભેગા કરતાં સરકારને કોણ રોકે છે ?
સુરત – પ્રભાકર ધોળકિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે