સુરત શહેરમાં કુલ પોઝીટીવ કેસના 35 ટકા કેસ રાદેર વિસ્તારના છે. જેથી આ વિસ્તારને ફરજીયાત માસ કોરેન્ટાઈન જાહેર કરી દેવાયો છે. તેમજ બફર ઝોન પણ જાહેર કરાયો છે. ત્યારે સુરત શહેરના નક્શામાં આ વિસ્તારને રેડ એલર્ટ કરી દેવાયું છે. અને અહીથી કોઈ કારણ વગર બહાર નીકળી શકશે નહી અને જો વગર કામે નીકળ્યા તો સજા માટે તૈયાર રહેવું પડશે.
ગઈકાલે સુરત શહેરમાં બે મોત કોરોનાને પગલે થયા હતા. જે પૈકી એક રાંદેર વિસ્તારના હતા. અને રાંદેરમાં પોઝીટીવ કેસ લોકલ ટ્રાન્સમિશનના થતા હોય તેમ જાણવામાં આવી રહ્યું છે. જેથી તંત્ર પણ સાવધ બન્યું છે. અને વધુ આ વિસ્તારમાં પગપેસારો ન થાય તેની સાવચેતીના ભાગરૂપે રાંદેરમાં ત્રણ કિ.મીના વિસ્તારને ફરજીયાત માસ કોરેન્ટાઈન જાહેર કરી દેવાયો છે. અડાજણ પાટિયાથી રાંદેર સુધી આખો કોઝવે રોડ, ગોરાટ રોડ, રાંદેર ગામ, હનુમાન ટેકરી, ભાણકી સ્ટે઼ડિમ, હોમ કોરેન્ટાઈન જાહેર કરાયો છે. અને ઘરની બહાર નીકળ્યા છે તો ગુનો દાખલ થશે તેવી ચીમકી પણ સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાની દ્વારા આપવામાં આવી છે્.તેમજ અહી રેડ ધ્વજા પણ લગાવી દેવામાં આવ્યા છે. અત્રે ઉ્લ્લેખનીય છે કે, સુરતમાં કુલ 21 પોઝીટીવ કેસ અને 4 મોત નોઁધાઈ ચુકી છે. તેમજ બુધવારે વધુ 10 શંકાસસ્પદ કેસો અને 1 પોઝીટીવ કેસ પણ સામે આવ્યા છે. જેથી તંત્રની દોડધામ વધી રહી છે. જે વિસ્તારમાંથી પોઝીટીવ કેસ સામે આવી રહ્યા છે ત્યાં મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટીંગ પણ સઘન કરાયું છે.