National

શપથ લીધા બાદ ઓવૈસીએ લગાવ્યો જય પેલેસ્ટાઈનનો નારો, સોશિયલ મીડિયા પર લોકોએ કહી આ વાત

AIMIM પાર્ટીના વડા અને હૈદરાબાદ લોકસભા સીટના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ (Owaisi) ફરી એકવાર વિવાદ (Controversy) સર્જ્યો છે. મંગળવારે લોકસભામાં સાંસદ તરીકેના શપથ દરમિયાન ઓવૈસીએ પેલેસ્ટાઈનના સમર્થનમાં જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા બાદ સંસદમાં અને બહાર પણ હોબાળો થયો છે.

નિવેદન રેકોર્ડમાંથી કાઢી નાખ્યું
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે અસદુદ્દીન ઓવૈસીએ પોતાની શપથમાં જય પેલેસ્ટાઈન કહ્યું ત્યારે કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ શોભા કરંદલાજેએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી લોકસભામાં પ્રિસાઇડિંગ ઓફિસર રાધા મોહન સિંહે અસદુદ્દીન ઓવૈસીના આ નિવેદનને રેકોર્ડમાંથી હટાવવાનું કહ્યું હતું. જો કે ઓવૈસીના આ નિવેદનનો વીડિયો હવે વાયરલ થઈ ગયો છે.

ઓવૈસીએ શું કહ્યું?
લોકસભામાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન, AIMIM પાર્ટીના વડા અને હૈદરાબાદ લોકસભા બેઠકના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પોડિયમ પર શપથ લેવા માટે પ્રથમ આવ્યા હતા. તેમણે પોતાના શપથ પૂરા કર્યા અને પછી જય ભીમ, જય મીમ, જય તેલંગાણા અને છેલ્લે જય પેલેસ્ટાઈન તકબીર અલ્લાહ હુ અકબરના નારા લગાવ્યા.

સોશિયલ મીડિયા પર લોકોએ નારાજગી જતાવી
ઓવૈસીના આ નિવેદન પર સોશિયલ મીડિયા પર યુઝર્સ ગુસ્સે થયા છે. એક યુઝરે પોસ્ટમાં કહ્યું- ભારતે તમને વોટ આપ્યો છે, પેલેસ્ટાઈનને નહીં. અન્ય એક યુઝરે લખ્યું, શા માટે તેઓ પેલેસ્ટાઈન જઈને ત્યાં રહેવાનું શરૂ નથી કરતા. વધુ એક યુઝરે કહ્યું, “પેલેસ્ટાઈનને વચ્ચે લાવવા માટે તેમની સામે પગલાં લેવા જોઈએ. શું બકવાસ વાત છે.”

Most Popular

To Top