National

LIVE: I.N.D.I.A ગઠબંધન NDAને આપી રહ્યું છે જોરદાર ટક્કર, 300 પારના પણ ફાંફાં પડી ગયા

Party2024 20192014
BJP+292/543353336
INC+234/543091059
Other17/543099NA
South Gujarat
SuratBJP UncontestedBJPBJP
NavsariBJPBJPBJP
ValsadBJPBJPBJP
BardoliBJPBJPBJP
BharuchBJPBJPBJP
Dadra Nagar Haveli (UT)OTHERBJPBJP

નવી દિલ્હી: આજે તમામની નજર લોકસભા ચૂંટણીના પરિણામો પર છે. ચૂંટણી પંચ સંસદના 543 સભ્યોના નામની જાહેરાત કરશે. 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં મતદાન થયું હતું. મોટાભાગના એક્ઝિટ પોલમાં સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળના એનડીએ માટે જંગી જીતની આગાહી કરવામાં આવી છે.

સવારે 11 વાગ્યે લોકસભા ચૂંટણી પરિણામના ટ્રેન્ડમાં એનડીએ 297 સીટ પર આગળ છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધન 226 સીટ પર આગળ ચાલી રહ્યું છે. અપક્ષ પણ 19 સીટો પર આગળ છે. યુપીની 69 સીટ પર બીજેપી 39 સીટ પર આગે છે. સપા 20 સીટ પર આગે છે. કોંગ્રેસ 6 સીટ પર આગળ છે.

યુપીમાં સપા-કોંગ્રેસનું જોર વધ્યું
લોકસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે. ત્યારે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની 80 લોકસભા બેઠકના પરિણામ પર સૌ કોઈની નજર મંડાયેલી છે. આ વખતે ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટો પર 7 તબક્કામાં વોટિંગ થયું હતું. આ વખતે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે ભેગા મળીને ચૂંટણી લડી હતી. જ્યારે બીજેપીએ નાના નાના પક્ષોને એનડીએમાં સામેલ કર્યા હતા. હવે પરિણામો આવ્યા છે ત્યારે સપા અને કોંગ્રેસનું ગઠબંધન મજબૂત બનતું દેખાઈ રહ્યું છે.

વારાણસીની બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રારંભિક રાઉન્ડમાં હરીફ ઉમેદવાર અજય રાયથી પાછળ હતા પરંતુ બાદમાં લીડ મેળવી લીધી હતી. તેઓ 11 વાગ્યે 31 હજાર વોટથી આગળ ચાલી રહ્યાં છે. જ્યારે કન્નોજમાં સપાના અખિલેશ યાદવ 35 હજાર વોટથી આગળ ચાલી રહ્યાં છે. અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોંગ્રેસના કિશોરી લાલ શર્માથી 10 હજાર વોટ પાછળ ચાલી રહ્યાં છે. સહરાનપુર સીટ પર કોંગ્રેસના ઈમરાન મસૂદ 30 હજાર વોટથી આગળ ચાલી રહ્યાં છે. નગીના સીટ પર ચંદ્રશેખર 21 હજાર વોટથી આગળ છે. મેરઠમાં ભાજપના અરૂણ ગોવિલ 11 હજાર વોટથી આગળ ચાલી રહ્યાં છે.

લોકસભાની 542 બેઠકોની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ અગાઉ પ્રારંભિક ટ્રેન્ડમાં NDA 283, I.N.D.I.A. 225 બેઠકો પર આગળ છે. મોદી પાછળ ચાલી રહ્યાં છે. રાયબરેલીમાં રાહુલ ગાંધી આગળ છે. હેમા માલિની મથુરાથી 12,100 વોટથી આગળ છે. રવિ કિશન પણ 8090 મતોથી આગળ છે. કંગના રનૌત મંડીમાં 11 હજાર મતોથી પાછળ છે. રામાયણ શોના રામ અરુણ ગોવિલ ઉત્તર પ્રદેશની મેરઠ સીટ પરથી 6 હજાર મતોથી પાછળ છે.

દેશની 18મી લોકસભા ચૂંટણીમાં સાત તબક્કાના મતદાન બાદ આજે પરિણામનો દિવસ છે. આજે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારમાં હેટ્રિક કરશે કે ઈન્ડિયા બ્લોકની એકતા તેની તાકાત બતાવશે. એક્ઝિટ પોલ અનુસાર બીજેપીની આગેવાની હેઠળના એનડીએને પ્રચંડ બહુમતી મળવાની સંભાવના છે.

જો એનડીએ ચૂંટણી જીતશે તો નરેન્દ્ર મોદી જવાહરલાલ નેહરુ પછી સતત ત્રીજી વખત ચૂંટણી જીતીને વડાપ્રધાન બનનાર દેશના બીજા નેતા બનશે. હાલ સમગ્ર દેશની નજર આજના પરિણામો પર ટકેલી છે. 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની 543 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મંગળવારે સવારે 8 વાગ્યાથી લોકસભા ચૂંટણી તેમજ આંધ્ર પ્રદેશ અને ઓડિશા વિધાનસભા અને વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે મત ગણતરી પ્રણાલી, મતગણતરી પ્રક્રિયા અને ઈવીએમ અને પેપર ટ્રેલ મશીનો અંગે પણ સૂચનાઓ જારી કરી છે.

સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી રિટર્નિંગ ઓફિસરના ટેબલ પર કરવામાં આવી હતી. આ વખતે ચૂંટણી પ્રક્રિયા 46 દિવસ સુધી ચાલી હતી. મતગણતરી સ્થળો પર ડિજિટલ ડિસ્પ્લે પેનલ દ્વારા ટ્રેન્ડ અને પરિણામો પણ બતાવવામાં આવી રહ્યા છે. આ વખતે 96.88 કરોડ મતદારોમાંથી 64.2 કરોડ (66.3%)એ મતદાન કરીને રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ 2 જૂને સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા.

લોકસભા ચૂંટણી પરિણામો લાઈવ

શશિ થરૂર તિરુવનંતપુરમ સીટ પર પાછળ રહી ગયા છે. ભાજપના રાજીવ ચંદ્રશેખર 23 વોટથી આગળ છે. રાયબરેલીમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી આગળ છે. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ આગળ છે. અજમેર લોકસભાથી ભાજપના ભગીરથ આગળ. હાલમાં એનડીએ 150ને પાર કરી ગયો છે. 158 સીટો પર આગળ છે. ઈન્ડિયા બ્લોક 91 સીટો પર આગળ છે.

લોકસભા ચૂંટણીના પ્રારંભિક ટ્રેન્ડ આવવા લાગ્યા છે. ઈન્ડિયા બ્લોકે પ્રારંભિક તબક્કામાં આગેવાની લીધી હતી. જોકે બાદમાં એનડીએના ઉમેદવારો આગળ આવવા લાગ્યા હતા. પ્રારંભિક તબક્કામાં ઈન્ડિયા બ્લોક 31 સીટો પર અને એનડીએ 11 સીટો પર લીડ ધરાવે હતા. અપક્ષે 2 પર લીડ લીધી હતી. કેરળની વાયનાડ સીટ પરથી રાહુલ ગાંધી 103 વોટથી આગળ હતા. કન્નૌજથી અખિલેશ યાદવ આગળ હતા. તિરુવનંતપુરમ સીટ પર કોંગ્રેસના શશિ થરૂર 33 વોટથી આગળ હતા.

એક કલાક બાદ અચાનક ટ્રેન્ડમાં મોટું રિવર્સલ જોવા મળ્યું હતું. એકાએક એનડીએ આગેવાની લીધી હતી. એનડીએ 45 બેઠકો પર આગળ હતા. ઈન્ડિયા બ્લોક 38 સીટો પર આગળ આવ્યા હતા, જ્યારે અપક્ષ 4 પર આગળ હતા.

Most Popular

To Top