National

દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં જારી: AAPની મુશ્કેલી વધી, મોદી સરકારને બીજેડીનું સમર્થન

નવી દિલ્હી: ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે મંગળવારે લોકસભામાં (Loksabha) દિલ્હી સેવા બિલ (Delhi Service Bill) રજૂ કર્યું હતું, જેના પર બુધવારે ચર્ચા થશે. દિલ્હીમાં (Delhi) સેવાઓને નિયંત્રિત કરતા આ બિલને લઈને દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind kejriwal) આ અંગે વિપક્ષી પાર્ટીઓનું સમર્થન એકત્ર કર્યું છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે દિલ્હી સર્વિસ બિલ સંસદમાં વિપક્ષનું ગઠબંધન I.N.D.I.A. એકતાની પ્રથમ કસોટી હશે. તે જ સમયે મોદી સરકારને (PM Modi) દિલ્હી સેવા બિલ અને વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર બીજેડીનું સમર્થન પણ મળ્યું છે. બીજેડીને કારણે બંને ગૃહોમાં મોદી સરકારનું અંકગણિત પણ વધશે.

દિલ્હી સર્વિસ બિલને લોકસભામાં જારી કરવામાં આવ્યો હતો. જેનો દિલ્હીના મુખ્યમંમત્રી અરવિંદ કેજરાવાલ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમનો સાથ કોંગ્રેસ પાર્ટી પણ આપી રહી છે. જો કે એક એહેવાલ અનુસાર સીએમ કેજરીવાલે વિપક્ષી પાર્ટી ગઠબંધનમાં જોડાવા માટે એક શરત મૂકી હતી. જે પ્રમાણે કોંગેસે લોકસભામાં કેજરીવાલ સાથે આ બિલનો વિરોધ કરવો પડશે. ત્યારે બીજેડીએ આ બિલને લઇને મોદી સરકારનું સમર્થન કરવાની જાહેરાત કરી છે.

મળતી માહિતી મુજબ દિલ્હી સેવા બિલ અને વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર મોદી સરકારને બીજેડીનો સાથ મળી ગયો છે. બીજેડીના સમર્થનને કારણે બંને ગૃહોમાં મોદી સરકારનું અંકગણિત પણ વધશે. બીજેડીના લોકસભામાં 12 સંસદો છે. જ્યારે રાજ્યસભામાં 9 સંસદો છે. બીજેડીના સમર્થન બાદ રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પાસ થવાની પુષ્ટિ થઈ છે. આમ આદમી પાર્ટી માટે આ મોટો ફટકો છે. હવે દિલ્હી સર્વિસ બિલની તરફેણમાં 128 વોટ પાક્કા થઇ ગયા છે.

ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં બિલ રજૂ કરતા પહેલા કહ્યું હતું કે આપણા બંધારણે આ ગૃહને દિલ્હી રાજ્ય માટે કોઈપણ કાયદો લાવવાની સંપૂર્ણ સત્તા આપી છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે તેના ચુકાદાના પેરા 6, 95 અને 164Fમાં સ્પષ્ટ કર્યું છે કે સંસદ કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી માટે કોઈ પણ કાયદો બનાવી શકે છે, તેથી બિલ અંગે ઉઠાવવામાં આવેલા વાંધાઓ રાજકીય છે. જો કે કેન્દ્ર સરકાર 19મી મેના રોજ વટહુકમ લાવી હતી. આ વટહુકમ દ્વારા દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગનો અધિકાર ફરીથી લેફ્ટનન્ટ ગવર્નરને આપવામાં આવ્યો છે. એટલે કે, જો દિલ્હી સરકાર કોઈપણ અધિકારીની બદલી કરવા માંગે છે, તો તેને લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરીની જરૂર પડશે.

Most Popular

To Top