જ્યાં પરિશ્રમ હોય ત્યાં અવશ્ય સફળતા મળે છે.રાજકીય ક્ષેત્રે આ શબ્દો સી.આર.પાટીલને લાગુ પડે.લગભગ પોણા બે વર્ષ પહેલાં કોઈને અણસાર ન હતો કે સી.આર.પાટીલની પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી થાય.તેમના નામની જાહેરાત થયા બાદ નબળી બનતી પાર્ટીને પેજ પ્રમુખ અને ૮ વિધાનસભાની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પાર્ટીનો ભગવો લહેરાવી દેતાં સી.આર.પાટીલે પાર્ટી માટે દબદબો વધી ગયો.તેમના પાર્ટીને જીવંત રાખવાના નિર્ણયો જોતાં કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભરાયો છે.એટલે જ હવે સી.આર.પાટીલ એ “સુપર સી.એમ” બની ગયા હોવાની ગરવા ગુજરાતીઓના જનમાનસમાં અટલ છાપ ઊભી થઇ હોય એમ લાગે છે. લગભગ ત્રણ દાયકાથી ભાજપમાં સતત સક્રિય રહેલા સી.આર.પાટીલ માટે ૨૦૦૯ માં પ્રથમ વખતે લોકસભાની ચૂંટણી લડીને સાંસદ બન્યા.સી.આર.પાટીલ દક્ષિણ ગુજરાતના પ્રથમ નેતા છે.
જેને મહત્ત્વનું પદ મળ્યું છે.લોકસભામાં ગત ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૫૪૩ સાંસદો ચુંટાયા હતા.આ બધામાં નવસારીના સાંસદ સી.આર.પાટીલને ૬,૮૯,૬૬૮ ની સરસાઈ મળી હતી.દેશમાં સૌથી વધુ સરસાઈથી જીતવાનો યશ સી.આર.પાટીલને મળ્યો એ જાણીતી વાત છે.ગુજરાત અલગ રાજ્ય બન્યું એ પહેલાં ૧૯૫૫ માં જલગાંવમાં જન્મેલા સી.આર.પાટીલ આજે ગુજરાતી તળપદી ભાષાશૈલી બોલતા જોયા બાદ ગુજરાતીપણું દેખાઈ આવે છે.૨૦૧૪ માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પહેલાંથી સી.આર.પાટીલ સાથે બહુ અંગત ઘરોબો રહ્યો છે.નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછી એમણે એમના સંસદીય ક્ષેત્ર વારાણસીની જવાબદારી પણ સી.આર.પાટીલને સોંપતાં તેમની કાર્યપધ્ધતિ પડદા પાછળ રહીને કર્યું.લોકનેતા સી.આર.પાટીલની છાપ અને ઈલેક્શન મેનેજમેન્ટમાં માહિર હોવાની ઓળખ હોવાથી પ્રતિષ્ઠિત પદ સુધી લઇ ગયા છે.આજે તેમની છાપ ગુજરાતમાં “સુપર સી.એમ” તરીકેની અસર લોકો સુધી પહોંચી હોય એવો અહેસાસ થાય છે.સામે વિધાનસભાની ચૂંટણી જીતાડવાની જવાબદારી સી.આર.પાટીલના શિરે છે અને એ જ એમના માટે મોટો પડકાર જોતાં દક્ષિણ ગુજરાતમાંથી ‘ગુજરાતનો નાથ’ બનવાનો લગાવ પૂરો થઇ શકે એ જોવું રહ્યું.
ભરૂચ – વીરેન્દ્રસિંહ અટોદરિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે