National

26 જૂને યોજાશે 18મી લોકસભાના સ્પીકરની ચૂંટણી

18મી લોકસભાના સ્પીકર કોણ હશે આ સવાલનો જવાબ 26 જૂને મળશે. લોકસભા સ્પીકરની ચૂંટણી 26 જૂને થવાની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. એવામાં સ્પીકર તરીકે આ બે નામોની ચર્ચા ચાલી રહી છે.

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. સરકારની રચના સાથે જ મંત્રીઓને તેમના મંત્રાલયો પણ સોંપવામાં આવ્યા છે. હવે 18મી લોકસભાના સ્પીકર કોણ હશે તેના પર સૌની નજર છે. આ સવાલનો જવાબ 26 જૂને મળશે. લોકસભા સ્પીકરની ચૂંટણી 26 જૂને થવાની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.

બીજી તરફ એવા પણ અહેવાલો છે કે રાજસ્થાનની કોટા-બુંદી બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટણી જીતનાર ઓમ બિરલાને ફરી એકવાર લોકસભા અધ્યક્ષની કમાન સોંપવામાં આવી શકે છે. આ સિવાય આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પત્નીની બહેન ડી પુરંદેશ્વરીનું નામ પણ ચર્ચામાં છે.

Most Popular

To Top