લોકડાઉનમાં લોકો ઘરમાં પૂરાયેલા હતા ત્યારે પાડોશીએ ટીનએજ ગર્લ પર નજર બગાડી, ફસાવીને બિહાર ભગાડી ગયો

સુરત: (Surat) અમરોલી ખાતે રહેતા યુવકે લોકડાઉનમાં (Lockdown) બિલ્ડિંગમાં રહેતી કિશોરીને પ્રેમજાળમાં (Lov Affair) ફસાવી લગ્નની (Merriage) લાલચ આપી બિહાર ભગાવી ગયો હતો. બિહારમાં (Bihar) તેની સાથે દુષ્કર્મ (Rape) આચર્યું હતું. પોલીસે કિશોરીને છોડાવી લીધી હતી. પરંતુ આરોપી ભાગી છૂટ્યો હતો. એક મહિના પહેલા કામધંધા માટે પરત સુરત આવતા એસઓજીએ (SOG) તેને દબોચી લીધો હતો.

  • અમરોલીની મહાવીર સોસાયટીમાં રહેતી કિશોરીને ત્યાં જ ભાડે રહેતા બિહારી યુવકે ફસાવી બિહાર ભગાડી લઈ જઈ બળાત્કાર કર્યો હતો
  • પોલીસે કિશોરીને છોડાવી દીધી હતી પરંતુ આરોપી ભાગી છૂટ્યો હતો, એક મહિના પહેલાં કામ માટે સુરત પરત ફરતા પકડાયો
  • આરોપી રોહીતકુમાર મહલદાર એમ્બ્રોઈડરીના કારખાનામાં કામ કરતો હતો

અમરોલીની મહાવીર સોસાયટીની સામે ચાંમુડા પાનના ગલ્લા પાસે બળાત્કાર અને પોક્સોના (Pocso) કેસમાં સાત મહિનાથી નાસતો ફરતો આરોપી ઉભો હોવાની બાતમી એસઓજીને મળી હતી. બાતમીના આધારે એસઓજીની ટીમે આરોપી રોહીતકુમાર લક્ષ્મણસિંહ મહલદાર(સિંઘ) (રહે. ઘર નં .402 મહાવીરનગર, સચીનકુમારના મકાનમાં અમરોલી તથા મૂળ ભાગલપુર, બિહાર) ને ઝડપી પાડ્યો હતો. વર્ષ 2014 માં બિહારથી સુરત શહેરમાં આવ્યો હતો. અને અમરોલી વિસ્તારમાં ભાડેથી રહી એમ્બ્રોઇડરીમાં કામ કરતો હતો. વર્ષ 2020 માં લોકડાઉન થતા કામ ધંધો બંધ પડતા ઘરે જ રહેતો હતો. લોકડાઉનમાં તેની બિલ્ડિંગમાં રહેતી કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. કિશોરીના પિતાને આ બાબતની જાણ થતા રોહિતને ત્યાંથી મકાન ખાલી કરાવી દીધું હતું. બાદમાં રોહીતે કિશોરીને ફોન કરી પોતાની સાથે ભાગી જઈ લગ્ન કરવાની લાલચ આપી 14 જુલાઈ 2021 ના રોજ સુરતથી ભગાવી તેના વતન બિહાર લઇ ગયો હતો. પોલીસ તેને શોધતી વતન તેના ઘરે પહોંચી ત્યારે તે ઘરેથી ભાગી ગયો હતો. પોલીસ કિશોરીને સુરત લઈ આવી હતી. બાદમાં આરોપી કામધંધાની શોધમાં પરત સુરત આવ્યો હોવાનું એસઓજીને જાણ થતા તેને દબોચી લીધો હતો.

લગ્નના દબાણથી ચીખલીથી ભાગી આવેલી કિશોરી સાથે ડિંડોલીમાં ગેંગરેપ
સુરત: ચીખલી ખાતે રહેતી સગીરાને પરિવારે તેની મરજી વિરુદ્ધ લગ્ન માટે દબાણ કરતા તે સુરત ભાગી આવી હતી. જ્યાં તેના માસાના મિત્રએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેના બે મિત્રોના હવાલે કરતા તેમને પણ વારાફરથી દુષ્કર્મ આચર્યું હતું. દોઢ વર્ષથી સગીરાનું શોષણ કરી મારઝુડ કરાતા સગીરાએ દોઢ વર્ષ બાદ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ડિંડોલી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચીખલી ખાતે માસાના ઘરે રહેતી સગીરાને તેના માતા-પિતા તેની ઇચ્છા વિરુદ્ધ લગ્ન માટે દબાણ કરતા હતા. આ દરમિયાન સગીરાની તેના માસા સાથે નોકરી કરતા અને અવાર નવાર ઘરે આવતા સુરજસિંગ સત્યનરાયણસિંગ રાજપુત (રહે, આશીષનગર બમરોલી રોડ, પાંડેસરા) સાથે મિત્રતા થઈ હતી. દોઢ વર્ષથી સુરજસિંગની મદદથી સુરત ભાગી આવી હતી. સુરજસિંગ સગીરાને તેના ઘરે લઈ ગયો હતો. ઘરે લઈ ગયા પછી તેની દાનત બગડતા તેને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને તેને પત્નીની જેમ રાખતો હતો. બાદમાં તેના બે મિત્રો વિમલેશ અને ચંદનના હવાલે કરતા તેમણે પણ દુષ્કર્મ આચર્યું હતું.

સુરજસિંગ તેને મારમારતો હોવાથી તે ભાગીને ફર્નિચરની દુકાન ધરાવતા સંજયભાઇને મળી હતી. તેમણે સગીરાને સહારો આપી પોતાની દુકાનમાં કામે રાખી લીધી હતી. જોકે આ બાબતની જાણ સુરજસિંગને થતાં તે સંજયભાઇના ઘરે સગીરાને મળવા જતાં સમગ્ર હકીકત સામે આવી હતી. સગીરાએ સંજયભાઈને સમગ્ર હકીકત વર્ણવતા તેમની મદદથી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગેંગરેપની ફરિયાદ દાખલ કરી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

ચાની લારી પર આવતા બંને સંપર્કમાં આવ્યા હતા
સુરજસિંગે ડિંડોલી કરાડવા રોડ વિસ્તારમાં ચા-ની લારી શરુ કરી હતી. લારી ઉપર અવાર નવાર વિમલેશ પાઠક અને ચંદન ઝા ચા પીવા માટે આવતા હતા. તેમની સાથે મિત્રતા થયા બાદ સુરજસિંગે સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમના હવાલે કરી હતી.

Most Popular

To Top