National

લોકડાઉન ધંધા રોજગારના ફાયદા નુકશાનના મૂલ્યાંકન બાદ જ લગાવવું જોઈએ

ફ્રેન્કફર્ટ સ્કૂલ ઑફ ફાઇનાન્સના અધ્યયનમાં જણાવ્યું છે કે, જો લોકડાઉન ( lockdown) નહીં લાદવામાં આવે તો મૃત્યુદર વધે છે, કામ કરતા લોકોની સંખ્યામાં ઘટાડો થાય છે અને આર્થિક વિકાસને અસર થાય છે. તેનાથી વિપરિત, જો લોકડાઉન લાદવામાં આવે છે તો પછી આર્થિક પ્રવૃત્તિઓ પર બ્રેક લાગી જાય છે આર્થિક વિકાસ પ્રભાવિત થાય છે. જો કે, તેમના અનુસાર, લોકડાઉન લાદવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે, જો લોકડાઉન લાગુ કરવામાં આવે તો પ્રભાવ ઓછા સમય સુધી રહે છે. લોકડાઉન હટયા બાદ અર્થવ્યવસ્થા ફરી પાટા પર આવી જાય છે. તેનાથી વિપરીત જો મૃત્યુ મોટી સંખ્યામાં થાય તો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે.

આ અંગે નાણાકીય સંસ્થા જેફ્રીજે કહ્યું છે કે, અમેરિકાના ત્રણ રાજ્યો એરિઝોના, ટેક્સાસ અને યુટાહમાં લોકડાઉન લગાવવામાં આવ્યું નહોતું. આ રાજ્યોમાં સંક્રમણ વધુ ફેલાયો અને ત્યાંની આર્થિક પ્રવૃત્તિઓને વધુ પ્રમાણમાં અસર થઈ હતી. જેની તુલનામાં, લોકડાઉન લાગુ કરનારા રાજ્યોનો ટૂંકા સમય માટે પ્રભાવ પડ્યો હતો અને તેમની આર્થિક પ્રવૃતિઓ ફરી શરૂ થઈ ગઈ હતી. જેફ્રીજે ફરીથી સ્કેન્ડિનેવિયાના બે દેશો સ્વીડન અને ડેનમાર્કનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. આ અહેવાલમાં જણાવ્યું કે, સ્વીડનમાં લોકડાઉન લાદવામાં આવ્યું નથી અને લોકોને સ્વૈચ્છિક સ્તરે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા અંગે પ્રેરણા આપવામાં આવી. જ્યારે ડેનમાર્કમાં લોકડાઉન લગાડવામાં આવ્યું હતું. આ અંગે તેમણે નોંધ્યું કે, સ્વીડનમાં મૃત્યુ પાંચ ગણા વધારે હતા.

ઑક્સફર્ડ યુનિવર્સિટીના અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, ઇંગ્લેન્ડમાં લેટ લોકડાઉન લગાવવાના કારણે મોટી સંખ્યામાં મૃત્યુ થયા હતા અને વૃદ્ધિ દરમાં મોટો ઘટાડો આવ્યો હતો. જેથી સૂચવવામાં આવ્યું છે કે, લોકડાઉન જરૂરી છે. આ અધ્યયનથી તે સ્પષ્ટ છે કે, લોકડાઉન લાગુ કરવું જરૂરી છે. જેના કારણે, તાત્કાલિક અને સીધી આર્થિક પ્રવૃત્તિઓને અસર થાય છે. પરંતુ આ અસર લાંબા સમય સુધી નહીં રહેતી. તેમજ ખાસ કરીને મૃત્યુ ઓછા થવાથી માનવીય પીડા પણ ઓછી થાય છે. તેથી, પ્રશ્ન લોકડાઉન લગાવવાનો કે નહીં લગાવવાનો નથી. લોકડાઉન તો લાગુ કરવું જ પડશે. પરંતુ, સાચો પ્રશ્ન એ છે કે, લોકડાઉનને કેવી રીતે અમલમાં મૂકવું કે જેથી તેની તાત્કાલિક આર્થિક ખોટ ઘટાડી શકાય.

ધ ઇકોનોમિક્સ ટુડે મેગેઝિનએ સૂચવ્યું હતું કે, બાંધકામ અને ઉત્પાદન પ્રવૃત્તિઓ સાથે સંકડાયેલા કામદારોને બાંધકામ સ્થળ અથવા ફેક્ટરીની હદમાં રાખવામાં આવી શકે છે. ત્યાં તેમના રહેવા, સૂવાની અને ખાવાની વ્યવસ્થા કરવામાં આવે તો બહારથી સંપર્ક ઓછો થઈ જશે અને સંક્રમણ ફેલાવાની સંભાવના પણ ઓછી થઈ જશે. તેમણે બીજું સૂચન કર્યું છે કે, કામદારોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવે. તેઓને અલગ અલગ પાળીમાં કાર્યસ્થળ પર બોલાવવા જોઈએ. જેથી જો એક ગ્રૂપના કામદારોને ચેપ લાગ્યો હોય તો તેમાથી બીજા ગ્રૂપના કામદારો દ્વારા થતી થતી આર્થિક પ્રવૃત્તિમાં કોઈ અવરોધ ન આવે.

આપણે સમજી લેવું જોઈએ કે, કોરોનાનું વર્તમાન સંકટ થોડા સમયમાં સમાપ્ત થવાનું નથી. તે લાંબા સમય સુધી ચાલી શકે છે. તાજેતરમાં જ ઇંગ્લેન્ડના એક અર્થશાસ્ત્રીએ વાતચીત દરમિયાન કહ્યું હતું કે, તેમના અનુમાન મુજબ કોરોનાના સંકટમાંથી વિશ્વને બહાર આવવામાં ત્રણથી પાંચ વર્ષનો સમય લાગશે. કારણ કે, એક, આખી દુનિયાને રસી આપવામાં સમય લાગશે, બીજું કે વાયરસનો નવો પ્રકાર આ સમય દરમિયાન આવી શકે છે અને ત્રીજું કે મૃત્યુના કારણ અંગે તકનીકી નિષ્ણાતોની અછત રહેશે. તેથી આપણે લાંબા ગાળાના વિચારવું જોઈએ અને આ ગેરસમજને દૂર કરવી જોઈએ કે જો આપણે 15 દિવસ સુધી લોકડાઉન લગાવીશું તો બધું સામાન્ય થઈ જશે. હાલમાં જરૂરત છે કે, કઈ પ્રવૃતિઓ અને કયા પ્રકારે લોકડાઉન લગાવવામાં આવે તે અંગે વિચાર કરવો જોઈએ.

તે પ્રવૃતિ પર લોકડાઉન લગાવવાથી કેટલું નુકસાન થશે અને તેના પર સંક્રમણ ફેલાવવાનો કેટલો ભય છે તે અંગે અલગ અલગ કાર્યોનું મૂલ્યાંકન કરવું જોઈએ. ત્યારબાદ લોકડાઉન કરવાનો નિર્ણય લેવો જોઈએ. જેમ કે, શાળાઓ, બસ મુસાફરી, રેલ મુસાફરી, હવાઈ મુસાફરી, આંતરરાષ્ટ્રીય મુસાફરી, રેસ્ટોરન્ટ, સિનેમા, શેરી બજારો, બાંધકામ સ્થળો અને ઉત્પાદન આ બધાની નફા અને ખોટની વિગત જાણી શકાય છે.તેના દ્વારા ગણતરી કરવી જોઈએ કે, બસ મુસાફરી પર પ્રતિબંધ લગાવવાથી આર્થિક વિકાસમાં કેટલો ઘટાડો થશે અને સંક્રમણમાં કેટલા પ્રમાણમાં ઘટાડો થશે.

એ જ પ્રકારે દરેક પ્રવૃત્તિના નફા અને નુકસાનની સૂચિ તૈયાર કરી શકાય છે. જેમ કે, મોટી સંખ્યામાં લોકો સિનેમા ઘરોમાં આસપાસ બેસે છે. તેથી સિનેમા ઘરો પર પ્રતિબંધ સંક્રમણમાં દરને ઘટાડશે. જ્યારે આર્થિક નુકસાન ઓછું થશે. એ જ રીતે ખુલ્લા માર્કેટમાં સંક્રમણની શક્યતા એરકન્ડિશન્ડ માર્કેટ કરતાં ઓછી હોય છે. તેમજ ત્યાં સંક્રમણ ફેલાય તો પણ તેની અસર મર્યાદિત ક્ષેત્રમાં થાય છે. જ્યારે આર્થિક પ્રવૃત્તિ પર વધુ અસર પડે છે. આમ દરેક પ્રવૃત્તિના નફા અને ખોટ માટે અલગથી મૂલ્યાંકન કરવું જોઈએ અને પછી નક્કી કરવું જોઈએ કે કઈ પ્રવૃત્તિઓ પર લોકડાઉન લગાવી શકાય.

દરેક પ્રવૃત્તિમાં અનેક શ્રેણીઓ હોય છે. ઉદાહરણ તરીકે, શાળામાં પ્રથમ શ્રેણીમાં સંપૂર્ણ લોકડાઉન, બીજી શ્રેણીના લોકડાઉન સાથે ઇ-લર્નિંગ, ત્રીજી શ્રેણી જેમાં લોકડાઉન ન લાદવું જોઈએ નહીં. પરંતુ ટેસ્ટ અને ટ્રેસિંગ કરવું જોઈએ. ચોથી શ્રેણીમાં લોકડાઉન લાદવું જોઈએ નહીં. આ ચાર કેટેગરીમાં પણ નફા અને નુકસાનનું અલગ અલગ મૂલ્યાંકન કરવું જોઈએ. ઉદાહરણ તરીકે, સંપૂર્ણ લોકડાઉનમાં અભ્યાસમાં તીવ્ર ઘટાડો થશે અને સંક્રમણ ઓછું થશે. ઇ-લર્નિંગની સાથે જો લોકડાઉન લાગુ કરવામાં આવે તો શિક્ષણમાં ઓછો ઘટાડો થશે, પરંતુ ખર્ચમાં વધારો થશે અને સંક્રમણમાં વધુ ઘટાડો થશે. જો લોકડાઉન દ્વારા ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરવામાં આવે તો પછી અભ્યાસ વધશે અને સંક્રમણ પણ વધશે. જો તમે લોકડાઉન લાગુ કરતા નથી, તો શિક્ષણ યોગ્ય રીતે ચાલશે પરંતુ સંક્રમણ પણ વધુ પ્રમાણમાં ફેલાશે. આ રીતે, ચાર કેટેગરીમાં નફા અને ખોટનું અલગ અલગ મૂલ્યાંકન કર્યા બાદ લોકડાઉન લાગુ કરવાનું નક્કી કરવું જોઈએ.

રસીકરણનું ( vaccination) પણ આજ પ્રકારે અલગ અલગ મૂલ્યાંકન કરવું જોઈએ. જેમાં ઉત્પાદન ક્ષેત્રે કામ કરતા મજૂરોને રસી આપવામાં પ્રાધાન્યતા આપવી જોઈએ જેથી સંક્રમણની સંભાવના ઓછી થાય અને કામદારો ઊંચા નૈતિક મનોબળ સાથે નિર્ભયતાથી કામ કરી શકે. તેવી જ રીતે, સોફ્ટવેર, પર્યટન વગેરે જેવા સેવા ક્ષેત્રના આર્થિક યોગદાન અનુસાર, રસીકરણ માટે અગ્રતા નક્કી કરવી જોઈએ. જેમાં ધ્યાનમાં રાખવું જોઈએ કે, જો આર્થિક સિસ્ટમ કાર્ય કરશે તો છેવટે દરેકને ફાયદો થશે. સરકારે આ દિશામાં તાત્કાલિક પગલા ભરવા જોઈએ અને તે ક્ષેત્રોને પ્રાધાન્ય આપવું જોઈએ જેમનું આર્થિક યોગદાન વધારે છે. તેમજ લોકડાઉન અને રસી માટે લાંબા ગાળાની તૈયારીઓ કરવી જોઈએ.

Most Popular

To Top