Gujarat

લોકડાઉન આવવાનું નથી, અફવાઓથી ગભરાશો નહીં : વિજય રૂપાણી

GANDHINAGAR : ગુજરાતમાં કોરોનાના ( CORONA) કેસો વધી જતાં ફરીથી લોકડાઉન (LOCKDOWN) આવી રહ્યું છે, તેવી સોશિયલ મીડિયા ( SOCIAL MEDIA) પર વહેતી થયેલી અફવા- અટકળોને પગલે રવિવારે સીએમ વિજય રૂપાણીએ (VIJAY RUPANI) ફેસબુક લાઈવના (FACEBOOK LIVE) માધ્યમથી સંબોધન કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં કોઈ લોકડાઉન આવવાનું નથી. તેમણે કહ્યું હતું કે લોકોએ અફવાઓથી ગભરાવાની કોઈ જરૂર નથી.

આ અગાઉ જ્યારે કોરોનાનો વ્યાપ વધ્યો ત્યારે સરકારના પગલાંઓ ઉપાયોને જનતા જનાર્દને સમર્થન અને સહયોગ આપીને રાજ્યમાં કોરોનાનું ઓછામાં ઓછું સંક્રમણ થાય તેવી સ્થિતિ સર્જી હતી.હવે આ વખતે પણ ફરી સંક્રમણ દેશના અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં પણ વધ્યું છે ત્યારે કેટલાક નિયંત્રણો સરકારે લાદવા પડ્યા છે તેને પણ ગુજરાતના સૌ નાગરિકો વ્યાપક હિતમાં સમર્થન આપે તેવી અપીલ તેમણે કરી હતી. મહાનગરોમાં શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવું પડ્યું છે. તો ઓનલાઇન શિક્ષણ આપણે ચાલું જ રાખ્યું છે. કેટલાક મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય વધારવો પડ્યો છે.

હોટલ-રેસ્ટોરન્ટ્સ પર અમુક અંકુશો લાદવા પડ્યા છે. એમ મુખ્યંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. ફરી એકવાર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવામાં આવેલા આ આકરા પગલા રોજિંદા જીવનમાં થોડી અગવડ ઊભી કરશે. જનતાને થોડું બંધિયાર મહેસૂસ થશે. પરંતુ, આ કરવું જરૂરી હતું. તેમણે કહ્યું હતું કે, એક બાજુ રાજ્યમાં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે, હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડ્સ અને તમામ પ્રકારની જરૂરી દવાઓ ઉપલબ્ધ પણ કરાવી દેવામાં આવી છે. બીજી બાજુ વેક્સિનેશનનું કામ પણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. જાન ભી હૈ જ્હાન ભી હૈ એ મુજબ આપણે બધુ જ સંતુલન કરવાનું છે. રૂપાણીએ જણાવ્યું હતું કે, માસ્કના દંડના પૈસા રૂપિયામાં સરકારને કોઇ રસ નથી. આપણે તો માસ્ક ન પહેરનારા લોકો પાસેથી હાઇકોર્ટના આદેશ રૂપિયા 1000 દંડ લઇ રહ્યા છીએ. અલબત્ત , તેમણે સૌને એવી અપીલ પણ કરી હતી કે રાજ્યમાં કોઈને માસ્ક ના પહેરવા નો દંડ જ ન ભરવો પડે એવી સ્થિતિ આપણે સૌ ઊભી કરીએ.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top