Opinion

અનેક રાજ્યોએ નિયંત્રણો હળવા કર્યા ત્યારે હરિયાણા અને સિક્કિમે લોકડાઉન વધાર્યું

નવી દિલ્હી / ચંદીગઢ / મુંબઇ: દેશમાં હરિયાણા (HARYANA) અને સિક્કિમે (SIKKIM) સોમવારથી લોકડાઉન (LOCK DOWN) વધારો કરી રહ્યા છે. પરંતુ, મહારાષ્ટ્ર સહિતના અન્ય ઘણા રાજ્યોએ પ્રતિબંધોને હળવા કરી દીધા છે. કોરોના કેસમાં ઘટાડો થતાં તેઓએ એક મહિના પછી પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરવા અથવા વધારવા માટે સાવચેતીભર્યા પગલાની જાહેરાત કરી છે.

દેશમાં આર્થિક રાજધાની મુંબઇ (MUMBAI)માં રેસ્ટોરન્ટ, દુકાનો અને જાહેર સ્થળો સોમવારથી ફરીથી ખોલવાના (OPEN) છે. પરંતુ મોલ, થિયેટરો અને મલ્ટિપ્લેક્સ (MULTIPLEX) બંધ રહેશે. એપ્રિલના મધ્યમાં લાદવામાં આવેલા લોકડાઉનને જૂનમાં ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ હળવા બનાવવાની શરૂઆત કરી હતી. ઉત્તર પ્રદેશ સરકારે પણ રવિવારે કોરોના વાયરસ કરફ્યુમાં છૂટછાટને વધુ ચાર જિલ્લાઓમાં લંબાવી હતી. આ સાથે 71 જિલ્લાઓમાં પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે. જ્યાં કન્ટેન્ટમેન્ટ ઝોનની બહારની દુકાનો અને બજારોને અઠવાડિયામાં પાંચ દિવસ ખોલવાની મંજૂરી આપવામાં આવશે.

હરિયાણા સરકારે 3 મેએ લાગુ કરેલા લોકડાઉનને 14 જૂન સુધી લંબાવ્યું છે. આ ઉપરાંત, સિક્કિમ સરકારે પણ 14 જૂન સુધી રાજ્યમાં વ્યાપક લોકડાઉનની જાહેરાત વધુ એક અઠવાડિયા માટે લંબાવી છે. જો કે આ રાજ્યો પણ કેટલાક નિયંત્રણો હળવા બનાવી રહ્યા છે.
દેશમાં ઉત્તર અને પશ્ચિમી રાજ્યોમાં કોરોનાની સ્થિતિ સુધરી રહી છે. પરંતુ, દેશના દક્ષિણ અને પૂર્વીય ભાગોમાં હજી પણ મોટા પ્રમાણમાં કેસ નોંધાય છે.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને તા.14 જૂન સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી. આ અગાઉ, કર્ણાટકે પણ લોકડાઉન 14 જૂન સુધી વધાર્યું હતું. તેમજ, હિમાચલ પ્રદેશ અને ગોવાએ પણ કોરોના કરફ્યુ 14 જૂન સુધી વધારી દીધો હતો. લદાખે રવિવારે કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક મહિનાના ‘કોરોના કરફ્યુ’ પછી ક્રમિક રીતે અનલોક કરવાની જાહેરાત કરી હતી.

Most Popular

To Top