Madhya Gujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સ્ટાફને શહેરામાં તાલીમ અપાઈ

શહેરા: શહેરામાં સ્થાનીક સ્વરાજયની ચુટણીને લઈને  વહીવટી તંત્ર  સજ્જ બન્યુ છે. ચુંટણીના દિવસે મતદાન મથકમાં ફરજ બજાવનાર  સ્ટાફને સરકારી આર્ટ્સ સ્કૂલ ખાતે તાલીમ  ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં તજજ્ઞોની ટીમ દ્વારા  અપાઈ હતી.

તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત તેમજ  નગર પાલિકાની ચૂંટણી ૨૮ફ્રેબુઆરી ના રોજ યોજાનાર છે .ત્યારે મતદાન મથકમા ફરજ બજાવનાર સ્ટાફ કામગીરીથી વાકેફ થાય તે માટે  કાંકરી  મોર્ડલ સ્કૂલ ખાતે બે દિવસ માટે  તાલીમ નુ આયોજન  કરવામાં આવ્યુ હતુ. આ  તાલીમમાં   ઊપસ્થિત મતદાન મથકના સ્ટાફને  તજજ્ઞો દ્વારા તાલીમ  આપવામા આવી હતી.

જિલ્લા પંચાયત ચૂંટણી  અધિકારી જય બારોટ તેમજ તાલુકા પંચાયત ચૂંટણી અધિકારી મેહુલ ભરવાડ એ મતદાન મથકના સ્ટાફને માર્ગદર્શન સાથે જરૂરી  સુચનાઓ પણ અપાઈ હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top