મૃત્યુ એ પ્રત્યેક માનવી માટે નિશ્ચિત જ છે! પરંતુ કદાચ જીવન દરેક માણસ દ્વારા જીવાય છે કે કેમ? એ એક વિચારવા યોગ્ય પ્રશ્ન છે. અપૂર્ણ ઇચ્છાઓ, ફરિયાદોથી ઘેરાયેલ માનવી સ્વયંને મળેલ અમૂલ્ય જીવનનો આનંદ માણવાનું ચૂકી જાય છે! પરંતુ મૃત્યુ આવે ત્યાં સુધીની ક્ષણે ક્ષણ ધન્યતા અને ધન્યવાદના ભાવથી પૂર્ણરૂપે જીવી લેવામાં આવે તો વિદાયની અંતિમ ક્ષણ અફસોસરૂપ નહિ પરંત સંતોષસભર બની રહે…ખરું ?
સુરત – દિપ્તી ટેલર આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
મનુષ્યના ભવિષ્યનો આધાર બીજા ઉપર છે.
દરેક મનુષ્ય સ્વભાવગત હંમેશા પોતાનુ જ સારુ થાય એવી ઈચ્છા રાખતા હોય છે , રાખવુ જ જોઇએ એ સાથે સંમત કેમ કે દરેક મનુષ્ય જ્યોતિષ પાસે પોતાનું એકલાનું જ ભવિષ્ય બતાવવા જાય છે, બધાનાં ભવિષ્યનું શું થશે તેની ચિંતા નથી કરતા. ફ્ક્ત મારુ શું થશે એ જ વિચારે છે. પરંતુ એ ભુલી જાય છે કે દરેક મનુષ્યના ભવિષ્યનો આધાર બીજા ઉપર છે કે જેઓ કદી પોતાનુ ભવિષ્ય જાણવાની ઈચ્છા રાખતા નથી એવા મજદૂર, રોજનું લાવીને રોજ ખાનારા, જેની રોજી રોટીનો આધાર જ બીજા ઉપર છે, ખેતમજૂર, ફૂટપાથ પર જીવન વિતાવનારા વગરેનું ભવિષ્ય જ બીજા ઉપર અવલંબિત હોય તો તે ભવિષ્ય જાણીને શું કરવાનો? દરેક વ્યક્તિ એવો ખ્યાલ રાખતા હોય કે જેવી રીતે સારુ કરવા માટે મને કોકે તક આપી તો મારે પણ કોઈક ને આગળ વધવાની તક જરૂર આપવી જોઈએ?
સુરત – ચંદ્રકાન્ત રાણા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.