દરેક સંબંધ જેમાં એક સ્ત્રી અને પુરુષનો પ્રેમ હોય? તે અમુક સમય બાદ એક અનોખા સંબંધમાં બદલાય છે, જેનું એક સ્વરૂપ આજે લિવ ઈન રિલેશનશિપ છે. આજના યુગનું ખાસ લિવ ઈન રિલેશનશિપ ક્લચર ખુબ જ તેજીથી મોટા શહેરોમાં વધી રહ્યું છે. મોટાભાગેના સમાજમાં લિવ ઈન રિલેશનશિપને સારી નજરથી જોવામાં નથી આવતો. મોબાઇલ યુગમાં માણસો એકબીજાથી દુર થઇ રહ્યાાં છે. આજનો માનવી મોબાઇલને પોતાનું સર્વસ્વ માની રહ્યાો છે ત્યારે આજની યુવા પેઢી કંઇક હટકે વિચારીને પોતાના જીવન સાથી શોધી રહી છે. યુવાન પેઢી પોતાને સમજી શકે એવા જીવન સાથી મળી રહે તે માટે ‘લીવ ઇન રીલેશનશીપ’ માં રહી રહ્યાાં છે લીવ ઇન રીલેશનશીપમાં રહીને શું એક બીજાને સારા જીવન સાથી મળી શકે છે કે નહીં? શું તેને આજના સમયે સમાજ અપનાવે છે ચાલો જાણીએ…
પાંચ વર્ષના સંબધ બાદ હું કોર્ટ મેરેજ કરીશ: અનામિકા
લીવ ઇન રીલેશનશીપમાં રહેતી અનિમિકાએ જણાવ્યું હતું કે, ‘’પાંચ વર્ષથી મારો લવ હતો અને છેલ્લાં બે વર્ષથી હું અને મારો બોયફેન્ડ્ સાથે લવ ઇન રીલેશનશીપમાં ભાડાનાં મકાનમાં પતિ-પત્નિની જેમ રહીએ છીએ. આવા સંબધોને પહેલા મારા પરિવારે સ્વીકાર્યો નહોતો પરંતુ મારી જીદને કારણે મારા પરિવારના સભ્યો માની ગયા. મારા મમ્મીને મારો બોયફન્ડ્ પસંદ નહોતો મારો પાર્ટનરે મારા ધરે મારી મમ્મી પપ્પા સાથે રહીને તેમને ઇમ્પ્રેસ કર્યા. અને હું મારા કહેવાતા સાસરે રહેવા માટે ગઇ. એકબીજા ઘણાં સમય સાથે રહેવાને લીધે મારા પરિવારને મારો પાર્ટનર ગમી ગયો હતો. રીલેશનશીપમાં રહેવાનું કારણ એટલું જ કે જેની સાથે આખી જીંદગી વિતાવનાની છે તે મારા લાયક છે કે નહી તે ખ્યાલ આવે. હવે મને તેની સાથે એટલું ફાવી ગયું છે કે હું મારા પાર્ટનર સાથે કોર્ટ મેરેજ કરવા માંગુ છે. અમે ભાડાના મકાનમાં રહીએ છીએ પણ મકાન માલિકને અમે પતી-પત્ની છે એમ જ જણાવીને રહીએ છીએ.’’
સાતભવમાં મારા પાર્ટનરની પત્ની બનીશ: કોમલ ધામેલીયા
કોમલે જણાવ્યું હતું કે, ‘’હું છેલ્લાં એક વર્ષથી લીવ ઇન રીલેશનશીપમાં ભાડાના મકાનમાં પતિ-પત્નીની જેમ રહીએ છીએ. મારો પાર્ટનર ખાનગી કંપનીમાં જોબ કરે છે. અને હું નજીકના ગામડામાં રહું છું. જો કે આવા સંબધોને સ્વિકારવામાં આવતા નથી. મારા પરિવારના વિરોધ હોવા છંતા હું મારા પાર્ટનરની સાથે રહું છું. જો કે મારા પાર્ટનર અને હું જોબ કરીએ છીએ એટલે બંન્ને સમજીને ઘરનું કામકાજ કરીએ છે. મારો પાર્ટનર મને ખૂબ જ સારી રીતે સમજી શકે છે. હું સાત ભવમાં મારા પાર્ટનરની પત્ની બનું એવી ભગવાનને પ્રાર્થના કરું છું ‘લીવ ઇન રિલેશનશીપ’ માં રહેવું એ કંઇ ખોટુ નથી પન આપણા સમાજને આ સ્વીકારતા હજુ સમય લાગશે. ‘’
ફાયદા
એક સાથે થોડા દિવસો સુધી લીવ-ઈનમાં રહેવાથી તમને જાણ થઈ જાય છે કે તમારો પાર્ટનર તમને લઈને કેટલો સીરીયસ છે. ક્યાંક એવું તો નથી ને કે તે તમારી સાથે ફક્ત ટાઇમપાસ કરી રહેલ હોય અથવા સંબંધને લઈને વધારે સીરિયસ ના હોય. તેવામાં તમે લિવ ઈન રિલેશનશિપમાં લઈને લગ્ન પહેલા તેની માહિતી મેળવી શકો છો. લગ્ન ખૂબ જ મોટી જવાબદારી છે. લિવ ઇનમાં સાથે રહીને તમે આ જવાબદારીનો અહેસાસ કરી શકો છો. તમે પોતાને ટેસ્ટ કરી શકો છો કે લગ્ન માટે તમે તૈયાર છો કે નહીં. વ્યક્તિ થોડા સમય માટે પોતાનો સ્વભાવ બદલી શકે છે, પરંતુ લીવ-ઈનમાં સાથે રહેવાથી તમને પાર્ટનરનો સાચો સ્વભાવ ખ્યાલ આવી જાય છે.
પરિવારને મનાવીને મારા ગામના મંદિરમાં લગ્ન કરીશ: જૈનિકા પરમાર
‘લીવ ઇન રીલેશનશીપમાં રહેતી જૈનિકાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી હું મારા પાર્ટનર સાથે મકાનમાલિકને જુઠ્ઠુ બોલીને પતિ-પત્ની તરીકે રહીએ છીએ. જ્યાં પ્રેમ હોય ત્યાં વિરોધ હોય જ છે. પહેલાં મારા અને મારા પાર્ટનરના પરિવારોએ અમારા સંબધને અનુમિત આપી નહોતી, પંરન્તુ સાથે જીવવા મરવાની કસમ ખાઘી હતી એટલે વાદ-વિવાદ હોવા છંતા અમે અલગ થયા નથી. જો કે સમાજમાં પણ થોડો વિરોધ થયો હતો. મારો પાર્ટનર રસોઇ અને ઘરના કામ પણ કરી લે છે. અમારા ઝઘડા પણ થાય છે પરંતુ છુટા રહેવાનું ક્યારેય પણ વિર્ચાયું નથી.’’