આણંદ : કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સિટી અને શ્રી કૃષ્ણ હોસ્પીટલ દ્વારા જરુરીયાતમંદ દર્દીઓના લાભાર્થે લાઈવ ઈન કોન્સર્ટ યોજાય હતી. જેમાં પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલા અને નેહા કરોડેની ત્રિપુટીએ સુંદર ગીતો રજુ કરી ધુમ મચાવી હતી. જેમાં જિલ્લાના કુલ 4500 પ્રેક્ષકો હાજર રહ્યા હતા. કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સીટી અને શ્રી કૃષ્ણ હોસ્પિટલ દ્વારા સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે પ્લેબેક સીંગર અને ઈન્ડિયન આઈડલ 12ના વિજેતા પવનદીપ રાજન, પ્રથન રનર અપ અરુણિતા કાંજીલાલા અને પ્લેબેક સીંગર અને મ્યુઝીક કંપોઝર નેહા કરોડેની લાઈવ ઈન કોન્સર્ટ જરુરીયાતમંદ દર્દીઓના લાભાર્થે યોજાઇ હતી.
જેમાં લમ્બી જુદાય, આજ જાને કી જીદ, જનમ જનમ જનમ સાથ ચલ, પહેલા નશા જેવા સુંદર ગીત રજુ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ચેરીટી ઈવેન્ટની શરુઆતમાં મંડળના મંત્રી જાગૃત ભટ્ટે ઈવેન્ટમાં ફાળો આપનાર દાતાઓ અને પ્રેકક્ષનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ઇવેન્ટના હેતુને સાર્થક કરવા માટે ઔદ્યોગિક એકમોએ આપેલા ફાળાનો રજુ કરતું સોવિનિયરનું વિમોચન મંડળના મંત્રી જાગૃત ભટ્ટ, બોર્ડ મેમ્બર્સ ગીતા ગોરડીયા, ભાઈકાકા યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડો. ઉત્પલા ખારોડ, દેસાઈ બ્રધર્સના મીના બેન નિતીનભાઈ દેસાઈ, એનડીડીબીના ચેરમેનના પત્ની બિના મીનેષભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.