Charchapatra

સાહિત્યિક સજાગતા

આર્લેન્ડની સાહિત્યિક સફળતા-પાછળ સરકારી આ ટર્સ કાઉન્સિલ છે. જે સાહિત્ય માટે વાર્ષિક કરોડો રૂપિયા ફાળવે છે. લેખકોને સરકાર તરફથી કરોડોના પુરસ્કારો આપવામાં આવે છે. વળી લેખકોની 47 લાખ રૂપિયા સુધીની આવક ઇન્કમટેક્સ-ફ્રી છે. ઉપરથી લેખકોને દર અઠવાડિયે 30 હજાર રૂપિયા આપવાનો પ્રોજેક્ટ પણ છે. થોડા સમય પહેલાં કુમાઉના પહાડી વિસ્તારમાં બાળકોમાં ઘટતી જતી વાચનની ટેવ વધારવા ઘોડા લાઈબ્રેરી શરૂ થઈ છે. નૈનીતાલના કોટાબાગનાં રહેવાસી 29 વર્ષીય ગામડાંઓમાં ઘોડા પર બેસીને પુસ્તકો વહેંચવાનો વિચાર કર્યો ને ઘોડા લાઈબ્રેરી શરૂ કરી અનેરું સાહસ કર્યું. આયર્લેન્ડ મેગેઝિન પ્રકાશકો પુસ્તકોની દુકાનો અને લાઈબ્રેરીઓના ઝડપથી વિકસતા ભીડવાળા નેટવર્કનું હબ બની ગયું છે અને આપણે ત્યાં?
ગંગાધરા  – જમિયતરામ હ શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

લેખનમાં પણ ધીરજનાં ફળ મીઠાં
ભિન્ન ભિન્ન છાપાંમાં ભિન્ન ભિન્ન પઝલો, સ્પેલેથોન અને સ્ક્રેમ્બલ આવે છે. સ્ક્રેમ્બલ એટલે સ્પેલિંગ ઊલટસૂલટ લખ્યો હોય તેને ક્રમબદ્ધ કરવાનો હોય. દા.ત. ietrykcનું બને rickety એટલે ખખડધજ. ઘણી વાર બને એવું કે આ શબ્દો ત્વરાએ કલમ સુધી પહોંચતા નથી. આવા સંજોગોમાં એવું નિહાળવામાં આવ્યું છે કે, બીજા કે ત્રીજા શબ્દ માટે પ્રયાસ કર્યા બાદ ફરી પેલા શબ્દ પર જતાં ગડ બેસી જાય છે. ગઝલલેખન બાબતે સંધ્યાબેન ભટ્ટ અને દક્ષાબેન વ્યાસ કહે છે કે, ગઝલ લખાયા પછી સામયિકોમાં મોકલવાની ઉતાવળ નહીં કરો. થોડો વખત રહેવા દો.

જેમ નિભાડામાં મૂકેલ માટીનાં વાસણો નક્કર થઈને બહાર આવે છે તેમ સમયના નિભાડામાંથી શેર પક્વ થઈને નીકળશે. ચર્ચાપત્ર, લેખ, નિબંધ ઇ. માટે પણ આવું બને છે. જીવનના કોયડા બાબતે પણ આવું જ બનતું હોય છે. પ્રશ્નો આવતાં એને થોડો સમય બાજુએ રાખી અન્ય પ્રશ્નોને ઉકેલી ફરી મૂળ પ્રશ્ન પર જતાં જવાબ મળે છે. આમાં છટકબારી અભિપ્રેત નથી. ગુજરાતીમાં પણ ઉક્તિ છે, ‘ધીરજનાં ફળ મીઠાં’. દરેક ધર્મમાં પણ ધૈર્યનો મહિમા થયો છે. આમેય દરેક કાર્ય એના સમયે જ પૂર્ણ થાય છે. ખોટાં ત્વરા, રઘવાટ ચાલતાં નથી. એક સુંદર ભજન છે, ધીરજ રખ, વો રહેમત કી બરખા બરસા ભી દેગા. વો એટલે ઈશ્વર, અલ્લાહ, ગોડ, જે  કહો તે. રહેમ, કરુણા, દયાનો વરસાદ થાય જ છે.
બારડોલી          – વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top