એકત્ર ફાઉન્ડેશન હાલ પ્રસિધ્ધ સાહિત્યકાર કવિ સિંતાષુ યશશ્ચંદ્રના વડપણ હેઠળ ગુજરાતી સાહિત્ય માટે ઉત્તમ કામ કરી રહ્યું છે. જેનો ભાવનામંત્ર છે મુછિત ગુજરાતી સાહિત્યનું વીજાણું સ્વરૂપમાં રૂપાંતર કરી તેનો વિસ્તાર કરવો. જેના ઉપક્રમે તેઓ હાલ, આપણા માટે ગુજરાતી ઓડિયો વાર્તાઓ લાવી રહ્યા છે. ગુજરાતી વાર્તારસિકો માટે ગુજરાતી સાહિત્યની સમૃધ્ધ વાર્તાઓ પોતાના પ્રતિભા-સંપન્ન કથાવાચકોના મનમોહક અવાજમાં 111 વાર્તાઓ રજુ કરી છે. જેમાં નવી/જુની, દરેક પ્રકારનો, રસ પડે તેવી ઘટનાઓ અને સંવેદનાઓથી લીરપુર 111 વાર્તાઓ નીચે જણાવેલ બારકોડ સ્કેન કરતા વિનામૂલ્યે સ્કૂલભ છે. એકત્ર ફાઉન્ડેશનની એપ ખુલતા જ સંસ્થાના પ્રતિક સાથે નામ તથા પઠન-શ્રવણ શ્રેણી:- ગુજરાતી વાર્તાસંયદા (ઓડિયોબુકસ) તેના સંપાદક: શ્રી મણિલાલ હ. પટેલ તથા ઓડિયો સંકલન કરતા શ્રેયા સંઘવી શાહ વત્તા વાર્તા પઠનકારોના નામોની યાદી આપી છે.
નીચે જણાવેલ બે વિકલ્પો આપ્યા છે. (1) સાંભળો (2) વાંચો બેમાંથી સાંભળો વિકલ્પ પસંદ કરતા વાર્તાઓની યાદી આપી છે જેમાં લાલ અક્ષરોમાં વાર્તાના લેખના નામ આપ્યા છે જયારે તેની નીચે કાળા મોટા અક્ષરોમાં વાર્તાનાં શિર્ષકો લખ્યા છે. ઉદા. યાદીમાંથી ઈવા ડેવ કૃત તરંગીણીનું સ્વપ્ન વાર્તા સાંભળવી છે તો તેના પર આંગળી મુકતા તરત જ લેખકનો ફોટો તથા તેમનો પરિચય આવશે પછી નીચે લંબચોરસમાં ત્રિકોણ પર આંગળી મુકતા વાર્તા સંભળાવવા માંડશે. જેમાં લંબચોરસમાં 18-42 લખ્યુ છે એટલે વાર્તા સાંભળતા 18 મિનિટને 42 સેંકડ લાગશે.
આપ કાર ચલાવતા હોવ, ઘરમાં હોવ, રસોડામાં રસોઇ કરતા હોવ, ચાલતા હોવ, ખુબ જ સરળતાથી સચોટપણે વાર્તા આપના મોબાઇલ પર સાંભળી શકશો. જે માટે એકત્ર ફાઉન્ડેશને સાહિત્ય અને વિજ્ઞાનનો સમન્વય કરી જે અદૃભૂત કમાલ કરી છે તે માટે તેના વડા તથા તેની સમગ્ર ટીમને લાખ લાખ અભિનંદન શાળા કોલેજનાં વિદ્યાર્થીઓ/ અધ્યાપકો/ શિક્ષકો આનો મહત્તમ લાભ લે તેવી આસા અપેક્ષા હવે પછી ‘ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંયદા (ઓડિઓ બુકસ) આવશે.
વ્યારા – પ્રકાશ સી. શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પરજ્ઞાતિમાં લગ્ન
પોતાનો છોકરો કે છોકરી પરજ્ઞાતિમાં પરણવા તૈયાર થાય તો એના ઉપર જોર જુલમના પ્રયત્નો હજુ ચાલુ છે જ. એક વખત દીકરી પરણી ગઈ હોય તે પછી પણ એને પૂરી રાખી, તે લગ્ન મંજૂર ન રાખતાં, તે પગલું ભૂંસી નાખવાના પ્રયત્નો થયા છે. લગ્ન થઇ ગયા પછી દીકરીને માટે ઘરનાં દ્વાર બંધ કરી મા-બાપ વાત્સલ્યને કચડી નાખવાની વદ સુધી ગયાં છે. આજે પણ એવાં માબાપ છે કે જે દીકરી સાથે સંબંધ ન રાખતાં હોય. પરંતુ એ ઝનૂન હવે ઓછું થતું ચાલ્યું છે.
વિજલપોર – ડાહ્યાભાઈ હરિભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.