Vadodara

દશરથ પાસેથી વારસિયાના કુખ્યાત બૂટલેગર હરેશ બ્રહ્મક્ષત્રીયનો 4.22 લાખનો દારૂ ઝડપાયો

વડોદરા: પીસીબીની ટીમના એએસઆઇ અરવિંદ કેશવરાવ તથા પો.કો. હિતેન્દ્રસિંહ ગણપતસિંહને બાતમી મળી હતી કે વારસીયા ખાતે રહેતો નામચીન બૂટલેગર હરેશ ચંદ્રકાંત બ્રહ્મક્ષત્રીય નેશનલ હાઇવે 48 પરની દેશરથરાજ એસ્ટેટ એસબીઆઇ બેન્કના મેડા પર આવેલી કિષ્ણા પેલેસ નામની હોટલમાં એક રૂમ બુક કરાવી ત્યાં રોકાયો છે. તેણે પોતાના ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવીને રાજ એસ્ટેટના કમ્પાઉન્ડમાં રાખી હતી. તેમાંથી તેના ગ્રાહકોને પોતાની કારમાં વિદેશી દારૂની ડિલિવરી માટે હેરાફેરી કરતો હતો.

બંને વાહનો હાલમાં રાજ એસ્ટેટના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા છે. જેમાં દારૂનો જથ્થો ભરેલો હતો અને હરેશ બ્રહ્મક્ષત્રીયના માણસો હોટલમાં હાજર છે. જેના આધારે પીસીબીની પીઆઇ એસ ડી રાતડા અને પીએસઆઇ એમ જી કરડાણી સહિતની ટીમે દરોડો પાડી શક્તિસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ (રહે, આજવા રોડ વડોદરા મૂળ રહે બલુપુરાગામ પોષ્ટ કાનુજા તા. રાયપુર જિ.પાલી રાજસ્થાન), વરૂણ ઉર્ફે જેટલી નંદલા હેમાણી મૂળ રહે અમદાવાદ શહેર હાલ રહે, સંત કવર કોલોની હરેશ બ્રહ્મક્ષત્રીય સિંધીના મકાનમા વારસીયા વડોદરા, જગદીશસિંગ મોહનસિંગ ચૌહાણ (રહે, દશરથ) મૂળ રહે થાનેડા તા. ભીમ જિ. રાજસમંદને ઝડપી પાડ્યો હતો. જ્યારે હરેશ બ્રહ્મક્ષત્રીય, ચિરાગમ વણઝારા, માંજલપુરનો શખ્સ, ગોરવાનો ટેણી , પંડ્યાબ્રિજ પાસે રહેતો કટે નામનો શખ્સ તથા દારૂનો જથ્થો લઇ આવનાર ટેમ્પાના બે ચાલકોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે દારૂ રૂા.4.22 લાખ, ચાર મોબાઇલ, 20 હજાર, ટેમ્પો 3 લાખ, કાર રૂ.2.50 લાખ મળી 9.92 લાખનો મુદ્દામાલ કબજે કરી છાણી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.

ફરાર હરેશ બ્રહ્મક્ષત્રીય સામે 32 ગુના નોંધાયા,જ્યારે પાંચ વાર પાસા થઇ ચૂકી છે
પીસીબીની ટીમે ઝડપી પાડેલા આરોપી પૈકીનો શક્તિસિંહ ચૌહાણ સામે પાણીગેટ, વડુ અને બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. જ્યારે વાન્ટેડ જાહેર કરેલા હરેશ ચંદ્રકાંત બ્રહ્મક્ષત્રીય સામે પ્રોહિબિશન સહિતના વિવિધ પ્રકારના 32 ગુના નોંધાઇ ચૂક્યા છે જ્યારે તેને પાંચ વાર પાસાની સજા પણ થઇ ચૂકી છે.

Most Popular

To Top