Dakshin Gujarat

વાંસદા વઘઇ રોડ પર ફિનાઇલ અને એસિડની બોટલની આડમાં લવાતો દારૂ ઝડપાયો

નવસારી : નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે વાંસદા-વઘઈ રોડ પરથી ફિનાઈલ અને એસિડની બોટલોની આડમાંથી 7.26 લાખના વિદેશી દારૂ ભરેલી પીકઅપ સાથે એકને ઝડપી પાડયો હતો. જયારે અન્ય 3ને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

  • વાંસદા વઘઇ રોડ પર ફિનાઇલ અને એસિડની બોટલની આડમાં લવાતો દારૂ ઝડપાયો
  • 7.26 લાખના વિદેશી દારૂ ભરેલી પીકઅપ સાથે એકની ધરપકડ કરતી નવસારી એલસીબી

મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે વાંસદા-વઘઈ રોડ પર ખોડીયાર કાઠીયાવાડી ઢાબા હોટલની સામેથી એક પીકઅપ (નં. જીજે-21-વાય-9659) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને ફિનાઈલ અને એસિડની બોટલોની આડમાંથી 7.26 લાખના વિદેશી દારૂની 4560 નંગ બાટલીઓ મળી આવતા વલસાડના પારડી તાલુકાના આમલી ગામે બ્રાહ્મણ ફળીયામાં બાપાસીતારામના મંદિરની પાછળ રહેતા જીજ્ઞેશભાઈ જયંતીભાઈ પટેલને ઝડપી પાડયો હતો. જયારે પોલીસે દમણ તાઈવાડમાં રહેતા જુગલકિશોર, વલસાડના પારડી તાલુકાના આમલી ગામે પટેલ ફળીયામાં રહેતા સાહિલભાઈ અશ્વિનભાઈ પટેલ અને બારડોલી રહેતા સતીષ ઉર્ફે લાલુ કાંતુભાઈ રાઠોડને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 5 લાખનો પીકઅપ, 5 હજાર રૂપિયાનો મોબાઈલ અને એસીડ-ફિનાઈલની બોટલો મળી કુલ્લે 12.31 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top