સુરત: ઓલપાડના (Olpad) કરમલા ગામેથી દારૂ (Alcohol) બનાવવાનું કારખાનું ઝડપાતા ચર્ચાનો વિષય બન્યો છે. નવાઈની વાત એ છે કે, આનંદો ગ્રીનવેલી રો-હાઉસના મકાનમાં ધમધમી રહેલા દારૂ બનાવવાના કારખાનાને લઈ સોસાયટીવાસીઓ પણ અજાણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે (Police) અલગ-અલગ કેમિકલ અને આલ્કોહોલ મિક્સ કરી બનાવવામાં આવતા દારૂ સાથે કુલ 8 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
- પોલીસે દારૂ બનાવવાના સામાન સહિત કુલ 8 લાખનો મુદ્દામાલ કબ્જે ર્ક્યો, 2ને વોન્ટેડ જાહેર ર્ક્યા
એલસીબી પોલીસે જણાવ્યું હતું કે, સ્થળ પરથી 465 નંગ તૈયાર નાની મોટી દારૂની બોટલો, પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલું 2 લાખનું શંકાસ્પદ પ્રવાહી, બોટલો પેકીંગ કરવાનું મશીન, બોટલના ઢાંકણ, સ્ટીકર સહિતની સામગ્રી મળી આવી છે. પોલીસે 5 લાખની કિંમતની કાર અને એક મોપેડ પણ કબજે કરી 8 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. એલસીબી પોલીસે સુરતના એક અને ઓલપાડના એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યા છે.