Vadodara

રહેણાક મકાનમાં દારૂનો સ્ટોક કરી વેચાણ કરતા બે બૂટલેગરની ધરપકડ : અન્ય બે વોન્ટેડ

વડોદરા: પીસીબી પોલીસે બે દિવસમાં બે અલગ અલગ વિસ્તારમાંથી બૂટલેગરોના રહેણાક મકાનમાં દરોડો પાડીને 75 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. લિસ્ટેલ બુટલેગર સહિત બેની ધરપકડ કરી હતી જ્યારે અન્ય બે જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. વધુ કાર્યવાહી માટે આરોપી સહિતના મુદ્દામાલ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
પીસીબી પોલીસની ટીમ આરોપીઓ વિરૂદ્ધ કારયેસરની કાર્યવાહી કરવા માટે મળેલી સૂચનાના આધારે તપાસમાં હતી. 28 ફેબ્રુઆરીએ હે.કો.રાજેન્દ્રસિંહ ભીમસિંહને બાતમી મળી હતી કે સનફાર્મા રોડ પર કલાલી ફાટક પાસે ઝાડેશ્વરનગર મકાન નંબર.19માં રહેતો સુરેશ શના વાઘેલા પોતાના રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી છુટક વેચાણ કરી રહ્યો છે અને હાલમાં વેચાણ ચાલુ છે.

જેના આધારે પીઆઇ એસડી રાતડા સહિતની ટીમે બાતમીના મુજબ રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં સુરેશ શના વાઘેલા હાજર મળી આવતા તેની ધરપકડ કરી હતી. જ્યારે અજય સિંધી (રહે, વારસીયા ધોબી તળાવ પાસે)ને વોન્ટેડ જાહેર કર્યો છે. તેના ઘરમાં તપાસ કરતા 48 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ, એક મોબાઇલ અને રોકડ રકમ મળી 54 હજારનો મુદ્દામાલ કબજે કરી જેપી રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.બીજા બનાવમાં ન્યુ વીઆઇપી રોડ પર આવેલી હેમદીપ રેસિડેન્સીમાં રહેતો લિસ્ટેડ બૂટલેગર કમલ ઉર્ફ કમુ બંસીલાલ તોલાણી પોતાના મકાનમાંથી વિદેશી દારૂની વેચાણ કરે છે.જેના આધારે પીસીબી રેઇડ કરીને 25 હજારના દારૂના જથ્થા સાથે કુખ્યાત બૂટલેગર દબોચી લીધો હતો.જ્યારે કિશન મારવાડીને (રહે તેના ઘરમાં) દારૂ અને બિયર મળી 276 ટન કબજે કર્યા હતા. આરોપી અ્ને મુદ્દામાલને બાપોદ પોલીસ સ્ટેશમાં સોંપવામાં આવ્યો છે.

Most Popular

To Top