National

સિંહે દરમાં છૂપાઇ ગયેલા ડુક્કરને શોધવા સાત કલાક મહેનત કરી!

કેન્યાના મસાઇમારા જંગલમાં પોતાની પકડમાંથી છટકી જઇને એક ભૂમિગત દરમાં સંતાઇ ગયેલા એક જંગલી ડુક્કરને શોધી કાઢવા માટે એક સિંહે પુરા સાત કલાક સુધી મહેનત કરી હતી અને તેનો શિકાર કરીને જ જંપ્યો હતો.

મસાઇમારા નેશનલ રિઝર્વ ફોરેસ્ટમાં એક આફ્રિકન સિંહને એક જંગલી ડુક્કર જોવા મળતા સિંહે તેની તરફ દોટ મૂકી હતી પણ ડુક્કર ઝડપભેર જમીનની નીચે ખોદાયેલા એક દરમાં ભરાઇ ગયું હતું.

જો કે પોતાનો શિકાર જતો નહીં કરવા માટે મક્કમ હોય તેમ આ સિંહે જમીન ખોદવા માંડી હતી. એક-બે નહીં પણ લગભગ સાત કલાક સુધી તેણે જમીન ખોદવાની મહેનત કરી હતી અને જમીનની નીચેના દરમાંથી આ ડુક્કરને તેણે શોધી જ કાઢ્યું હતું અને પોતાના જડબામાં જકડી લઇને મારી નાખ્યું હતું.

આ ઘટના નાઇરોબીના ૨૪ વર્ષીય સુહેલ નામના એક ફોટોગ્રાફરને જોવા મળી હતી અને તેણે ભારે મહેનતપૂર્વક આ ઘટના પોતાના કેમેરામાં કંડારી હતી. આ ઘટનાના ફોટાઓ અને વીડિયોમાં સિંહે કેવી રીતે ડુક્કરને જમીનમાંથી શોધી કાઢ્યું અને તેનો શિકાર કર્યો તે જોઇ શકાય છે અને સિંહે કરેલા આ શિકારમાંથી વધ્યું-ઘટ્યું ખાવા માટે આજુ બાજુ ભેગા થઇ ગયેલા જરખ પણ જોઇ શકાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top