સુરત:છેલ્લા એક સપ્તાહથી સુરતના લીંબાયત,(Limbayat) પર્વતપાટિયા,(Parvat Patiya) ડુંભાલ (Dumbhal) અને તેની આજુબાજુના વિસ્તારોમાં ખાડી પૂરના (Bay Flood)પાણી ફરી વળ્યાં હતા.ખાડી પૂરને લઇને અસરગ્રસ્ત ઘરોમાં ત્રણ-ત્રણ ફૂટ સુધીના પાણી ઘુસી ગયા હતા.અસરગરસ્તોને તાત્કાલિક ધોરણે સ્થાનાંતરીત કરવાની પ્રક્રિયામાં તંત્ર લાગી ગયું હતું.હવે શનિવારે મોડી સાંજે પાણી ઉતારી જતા હવે તાત્કાલિક ધોરણે લીંબાયત વિસ્તારમાં સાફ-સફાઈનું (Cleaning) અભિયાન શરુ કરી દેવામાં આવ્યું છે.ઉલ્લખનીય છે.લીંબાયત સહીતના આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતથી આશરે 50 હજાર પરિવારો ખાડી પૂરની સમસ્યાથી પીડિત હતા.
તંત્રએ યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી શરુ કરાઈ
લીંબાયત માં ખાડીપુર નો પાણી ઓસરતા સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શનિવારે આંજે યુદ્ધના ધોરણે સફાઈ શરૂ કરી દીધી હતી.આ વિયસ્તરમાં છેલ્લા ચાર દિવસથી ખાડીપુરના પાણીનો ભરાવો હતો.જેને લઇને અનેક ઘરોમાં ખાડીના પાણીનો ભરાવો હતો.આ વિસ્તારના કેટલાક ઘરોમાં તો ત્રણ-ત્રણ ફૂટ સુધીના પાણીનો ગરકાવ થયો હતો.જેને લઇને અહીંના નાગરિકો જીવના જોખમે જીવન વ્યતીત કરવા પર મજબુર થયા હતા.હવે જયેર શનિવારે સાંજે પાણી ઉતારી જતા પૂરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્યની ટીમ જોડાઈ ગઈ હતી.અહીં સાફ સફાઈ અને જંતુનાશાક દવાઓનો છટકાવ કરીને સફાઈ શરુ કરી દેવતા સતનીકોએ હાશકારો નૌભાવ્યો હતો.
લીંબાયત સહીતના અનેક વિસ્તારોમાં ખાડી પૂર ફરી વળ્યાં હતા
સુરત શહેરમાં ખાડી ઉપર વસેલા લીંબાયત,ડુંભાલ,પર્વતપાટિયાં અને પુણા સહીતના વિસ્તારો ખાડી પૂરને લઇ પ્રભાવિત થયા હતા.વર્ષ 2018માં પણ ભારે વરસાદને પગલે આવીજ સમસ્યા સર્જાઈ હતી.જયારે આ વર્ષે પણ ભારે વરસાદને પગલે લીંબાયત,પુણા ડુંભાલ ટેનામેન્ટ,પરવત પાટિયા,સહીત સરોલી વિસ્તાર ખાડીપૂરની ઝપેટમાં આવી ગયા હતા.અસરે 50 હજાર પરિવારોને તેની અસર વર્તાઈ હતી.કેટલાક પરિવારોને બોટ વડે પણ રેસ્ક્યુ કરીને સેફ જગ્યાએ સ્થળાંતરિત કરવાની પ્રકારીયામાં તંત્ર જોડાયું હતું.
શહેરના આ વિસ્તરોમાં પણ ખાડી પૂરની માઠી અસર
સતત તચોથા દિવસે ખાડીપૂરની બાનમાં રહેલા માધવબાગ સહિતના વિસ્તારોમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જેમાં માધવબાગને જોડતા પરવત પાટિયા, લિંબાયત ઝોન, મગોબ વિસ્તારમાં તો જઈ જ શકાય નહીં તેટલા પાણી હતા. પરવાટ ગામ નજીક ઋષિકેશ વિહાર સોસાયટી પાસે 5 ફૂટ જેટલા પાણીમાં ઉતરીને નંદનવન સોસાયટી પહોંચ્યા હતા. ત્યાં જોયું તો રહીશોએ પોતાના સોફા-ખુરસી વગેરે સામાન છત સાથે હિંચકાની જેમ લટકાવી દીધા હતા.