Charchapatra

કાશ્મીર ફાઈલ્સની જેમ તાશ્કન્દ ફાઈલ્સ પણ એક કૂટનીતિક દસ્તાવેજ છે

હાલમાં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ” કાશ્મીર ફાઇલ્સ “ચર્ચામાં છે .શરૂથી અંત સુધી જકડી રાખે એવી આ ફિલ્મ દરેકે જોવી રહી. “કાશ્મીર ફાઇલ્સ” ના નિર્માતા વિવેક અગ્નિહોત્રી  ની “તાશકંદ ફાઇલ્સ” 2019 માં રજુ થઇ હતી. ભારતના બીજા વડાપ્રધાન સદગત લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુનું રહસ્ય આજે પણ અકબંધ છે .શાસ્ત્રીજી નું મૃત્યુ થયું હતું, કે તેમની ઇરાદાપૂર્વક અત્યંત પ્લાનિંગ સાથે હત્યા કરવામાં આવી હતી? શું તેમને ઝેર આપવામાં આવ્યું હતું ?11 મી જાન્યુઆરી 1966 મધરાતે તાશ્કંદ ,ઉજબેકિસ્તાન માં એવું તે શું બન્યું હતું કે ભારતે પોતાના લોકલાડીલા વડાપ્રધાન , લાલ બહાદુર શાસ્ત્રી ને રહસ્યમય સંજોગોમાં ગુમાવ્યા .વાત એમ હતી કે ,શાંતિ મંત્રણાનો મુસદ્દો “તાશકંદ ડેકલેરેશન “10 મી જાન્યુઆરી 1966ના રોજ ઘડાયો.

ભારત અને પાકિસ્તાન ના  વડા   ,ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના પ્રમુખ અયુબ ખાને તેના ઉપર સહી કરી આને “તાશકંદ ડેકલેરેશન “ કરાર માન્ય રાખ્યો. તેને મંજૂરીની મહોર મારી. મધ્યસ્થી કરી હતી સોવિયેત યુનિયને.૧૧જાન્યુઆરી ૧૯૬૬ના મધરાતે  વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી  મૃત્યુ પામ્યા. આ જાણ્યા-અજાણ્યા તથ્યો આધારિત ફિલ્મ એટલે વિવેકઅગ્નિહોત્રી, નિર્મિત ,લેખિત, દિગ્દર્શિત ફિલ્મ એટલે “તાશકંદ ફાઇલ્સ “.જેમાં મિથુન ચક્રવર્તી ,પલ્લવી જોષી, પ્રકાશ બેલાવડી જમણે “કાશ્મીર ફાઇલમાં” પણ સંવેદનશીલ ભૂમિકા ભજવી છે . પંકજ ત્રિપાઠી ,નસરુદ્દીન શાહ , શ્વેતા બાસુ પ્રસાદ ની પ્રભાવક ભૂમિકા છે .જો “કાશ્મીર ફાઇલ્સે “ વિચારોને ધબકતા કર્યા છે, તો ‘તાશકંદ ફાઇલ્સ” ,જરૂર તમને ગમશે. ભારતની રાજનીતિ ,તેમજ આંતરરાષ્ટ્રીય કૂટનીતિનો  દસ્તાવેજી ઇતિહાસ સમાયેલો છે.
સુરત     – ડો.જયેન્દ્ર કાપડિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top