ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં આકાશમાંથી આફતનો વરસાદ(Rainfall) વરસી રહ્યો છે. વીજળી (lightning) પડવાથી કુલ 16 લોકોના મોત(Death) થયા છે. જેમાં કૌશામ્બીમાં 7, પ્રયાગરાજમાં 5, ભદોહીમાં 2 અને ચિત્રકૂટમાં 2 લોકોના મોત થયા છે. સીએમ યોગીએ જાનહાનિ પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. કૌશામ્બીમાં અલગ-અલગ જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓ બની છે. જેમાં 3 પુરુષ અને 3 મહિલા સહિત એક કિશોરે જીવ ગુમાવ્યો હતો. તેમજ પ્રયાગરાજમાં વીજળી પડવાથી 3 મહિલાઓ અને 2 પુરૂષોના મોત થયા છે. મૃતકો પૈકી મોટાભાગના લોકો ખેતરોમાં કામ કરી રહ્યા હતા.
- યુપીમાં વીજળી પડતા 16 લોકોના મોત
- પ્રયાગરાજમાં વીજળી પડતા 4 લોકો દાઝી ગયા હતા
- યુપીમાં 30 જુલાઈ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
પ્રયાગરાજ(Prayagraj)ની વાત કરીએ તો અહીં વિવિધ વિસ્તારોમાં વીજળી પડી હતી. જેના કારણે હાંડિયામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે મેજામાં વીજળી પડવાથી એકનું મોત થયું હતું. આ સાથે કોરાઓનમાં પણ વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 4 લોકો દાઝી ગયા હતા. હંડિયાના તારા ગામમાં મંજુ દેવી અને મુન્ની દેવીનું મોત થયું છે. જ્યારે હંડિયાના જ કુરાકટ ગામમાં વીજળી પડવાથી ઉમાશંકરનું મોત થયું હતું. તેમજ મેજાના કાકરાહી ગામમાં 27 વર્ષીય રાહુલ નિષાદનું વીજળી પડવાથી મોત થયું હતું. બીજી તરફ કોરાંના કુકરાહાતામાં 45 વર્ષીય મહિલા બિટોલાનું મોત થયું છે.
મૃતકોને 4-4 લાખની સહાયની જાહેરાત
સીએમ યોગીએ જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ કૌશામ્બી અને ભદોહીમાં મૃતકોના પરિવારજનોને 04-04 લાખની રાહત રકમનું તાત્કાલિક વિતરણ કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વીજળી પડવાથી કૌશામ્બી તહસીલ મંઝાનપુરમાં 01, સિરાથુમાં 01 અને તહસીલ ચૈલમાં 05 લોકોના મોત થયા છે. ભદોહીના ગોપીગંજ અને ઔરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 01-01 લોકોના મોત થયા છે. બીજી તરફ ચિત્રકૂટમાં પણ વીજળી પડવાથી 2 લોકોના મોત થયા છે.
યુપીમાં 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે યુપીમાં 30 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. જો કે યુપીની સાથે બિહાર, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. તેમજ મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી સતત વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં 27 થી 30 જુલાઈ વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત વાવાઝોડાની પણ શક્યતા છે. રાજસ્થાનમાં 26 થી 27 જુલાઈ, યુપી અને બિહારમાં 28 થી 30 જુલાઈ, ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણા-ચંદીગઢમાં 27 થી 30 જુલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી કરી છે.