National

4 વર્ષમાં બે પુત્રો અને પતિને ગુમાવનાર રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂનું જીવન રહ્યું છે સંઘર્ષપૂર્ણ

નવી દિલ્હી: આજે એટલે 21 જુલાઈ 2022ના રોજ દેશને 15માં રાષ્ટ્રપતિ(President) મળ્યા છે. NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu) ભારે મતોથી જીતી ગયા છે. રાત્રિના લગભગ 8 કલાકે તેમને વિજેતા ઘોષિત કરાયા હતા. તેમણે યુપીએના ઉમેદવાર યશવંત સિન્હા(Yashwant Sinha)ને મોટા માર્જિનથી હરાવ્યા હતા. તે દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ છે. તો દ્રૌપદી મુર્મૂ પ્રથમ આદિવાસી નેતા છે, જે આ સર્વોચ્ચ પદ પર પહોંચ્યા છે. મુર્મુના વિજય બાદ ભાજપે જીતની ઉજવણી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત મુર્મુ ગામમાં પણ જોરશોરથી ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મીઠાઈઓ પણ બનાવવામાં આવી રહી છે. ભાજપ(BJP)ના મહિલા ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ચૂંટણી જીતી ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ 25 જુલાઈએ શપથ લેશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. આ પહેલાં 18 જુલાઈના રોજ થયેલા મતદાનમાં સંસદમાં બનેલા બૂથમાં 728 મત પડ્યા હતા. જેમાંથી 719 સાંસદો હતા, જ્યારે 9 ધારાસભ્યોને પણ સંસદ ભવનમાં મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. દ્રૌપદી મુર્મુને બીજા રાઉન્ડમાં 809 વોટ મળ્યા હતા. પહેલા રાઉન્ડમાં 540 વોટ લઈને દ્રૌપદી મુર્મુને અત્યાર સુધીમાં કુલ 1349 વોટ મળ્યા છે. જ્યારે યશવંત સિંહાને અત્યાર સુધીમાં 537 વોટ મળ્યા છે. જેમાં તેમને પહેલા રાઉન્ડમાં 208 વોટ અને બીજા રાઉન્ડમાં 329 વોટ મળ્યા હતા. કુલ માન્ય મત 3219 છે જેની કુલ વેલ્યૂ 8,38,839 છે. તેમાંથી દ્રૌપદી મુર્મુને 5,77,777 વેલ્યૂના 2161 મત મળ્યા. યશવંત સિંહાને 2,61,062 વેલ્યૂના 1058 વોટ મળ્યા. દ્રૌપદી મુર્મૂની જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને શુભેચ્છા આપી છે. 

સંઘર્ષથી ભરેલું દ્રોપદી મુર્મુનું જીવન
દ્રૌપદી મુર્મુનાં જીવન(Life)ની વાત કરીએ તો તેઓનું જીવન સંઘર્ષ ભર્યું હતું. તેમને જીવનમાં એટલા આઘાતો મળી ચુક્યા છે જો તેઓની સામે અન્ય કોઈ મહિલા હોય તો તે પડી ભાંગે… એક સામાન્ય વાત છે કે કોઈ પણ વ્યક્તિ આટલા ઊંચા પદ પર એમ જ નથી પહોંચતો, તેણે જીવનમાં ઘણા સંઘર્ષો અને તકલીફો જોઈ હશે તેની સામે લડ્યા હશે. જો એના વિશે તે જ વ્યક્તિ પાછળ ફરીને જુએ તો તેનો આત્મા કંપી જાય. મુર્મુ પણ કેટલીક આવી જ સમસ્યાઓનો સામનો કરીને અહીં પહોંચ્યા છે. દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લામાં એક આદિવાસી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું, જેઓ તેમની પરંપરાઓ અનુસાર ગામ અને સમાજના વડા હતા. દ્રૌપદી મુર્મુનાં લગ્ન શ્યામચરણ મુર્મુ સાથે થયા હતા. એક અહેવાલ અનુસાર, જ્યારે દ્રૌપદી મુર્મુ લગ્ન કરીને પોતાના સાસરે પહોંચ્યા હતા, ત્યારે તેમનું ઘર કાચું અને તે પણ નળિયા વાળું હતું સાથે જ વાંસનો નાનકડો દરવાજો હતો. જો કે હવે એ સ્થળે વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવી છે.

દ્રૌપદી મુર્મુના જીવનના એ ભયાનક 4 વર્ષ
દ્રૌપદી મુર્મુનાં જીવનમાં એવી દર્દનાક ઘટનાઓમાં બની હતી જેને દ્રૌપદીના હસતા રમતા પરિવારને બરબાદ કરી દીધો. દ્રૌપદી મુર્મુએ 4 જ વર્ષમાં પોતાના બે પુત્રો અને પતિને ગુમાવી દીધા હતા. મોટા પુત્રનું નામ લક્ષ્મણ મુર્મુ હતું, તે માત્ર 25 વર્ષની વયે મૃત્યુ પામ્યો હતો. લક્ષ્મણ મિત્રો સાથે પાર્ટીમાંથી આવ્યા બાદ રહસ્યમય રીતે મૃત્યુ પામ્યો હતો. જ્યારે નાનો પુત્ર બિરાંચી મુર્મુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો, તે સમયે બિરાંચીની ઉંમર 28 વર્ષની હતી. 1 ઓક્ટોબર, 2014ના રોજ તેઓના પતિ પણ તેમને છોડીને હંમેશામાં જતા રહ્યા હતા. હવે તેમના પરિવારમાં માત્ર એક દીકરી જ છે. જેનું નામ ઇતિશ્રી છે.

3 વર્ષની પુત્રી ગુમાવી
બીજી તરફ જો તેમના પહેલાના દુ:ખની વાત કરીએ તો સૌથી પહેલા તો તેમને લગ્નના થોડા દિવસો બાદ દુ:ખ મળ્યું હતુ. કારણ કે તેઓનું પહેલું બાળક 3 વર્ષની ઉંમરે તેઓને છોડીને ચાલ્યો ગયો હતો. આ ઘટના વર્ષ 1984ની છે. મુર્મુનું પહેલું સંતાન એક પુત્રી હતી. જીવનમાં તમામ દુ:ખનો સામનો કરવા છતાં મુર્મુએ હાર ન માની. જો કે તે આ સમય દરમિયાન તેઓ ડિપ્રેશનનો શિકાર બન્યા હતા પરંતુ કોઈ પણ તેઓના જુસ્સાને ઓછો ન કરી શક્યું.

દ્રૌપદી મુર્મુની રાજકીય કારકિર્દી
તેમણે પોતાની રાજકીય કારકિર્દી ઓડિસીથી ભાજપ સાથે શરૂ કરી હતી. ભાજપમાં જોડાયા પછી, તેમણે 1997માં રાયરંગપુર નગર પંચાયતની કાઉન્સિલરની ચૂંટણીમાં ભાગ લીધો અને જીત્યા. ભાજપે મુર્મુને પાર્ટીના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ બનાવ્યા. આ પછી, 2000 થી 2002 સુધી ઓડિશામાં બીજેપી અને બીજુ જનતા દળની ગઠબંધન સરકારમાં, તે સ્વતંત્ર હવાલો સાથે વાણિજ્ય અને પરિવહન મંત્રી હતા. 2002 થી 2004 સુધી મત્સ્યોદ્યોગ અને પશુ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી તરીકે કામ કર્યું. તેમણે ઓડિશાની રાયગંજ વિધાનસભા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી પણ જીતી હતી. બાદમાં, 2015 થી 2021 સુધી, ઝારખંડના રાજ્યપાલ તરીકે પણ નિમણૂક કરવામાં આવી હતી. તેઓ રાજ્યના પ્રથમ મહિલા ગવર્નર બન્યા હતા.

Most Popular

To Top