રામ, બુદ્ધ અથવા મહાવીરને ઉપરથી ઓઢી શકાતા નથી. જે ઓઢે છે તેના વ્યક્તિત્વમાં નથી હોતું. સંગીત, ન સ્વતંત્રતા, ન સૌંદર્ય કે ન સત્ય. પરમાત્મા તેની સાથે એવું વર્તન કરશે. જેવું એક બાદશાહ એક માણસ સાથે કર્યું હતું.તે માણસ બુલબુલ જેવો અવાજ કાઢવામાં એટલો કુશળ થઈ ગયો હતો કે મનુષ્યની ભાષા તે ભૂલી ગયો હતો. તે માણસની બહુ ખ્યાતિ હતી અને લોકો દૂર દૂરથી તેને જોવા કે તેનો અવાજ સાંભળવા જતા હતા. તે પોતાની કુશળતાનું પ્રદર્શન બાદશાહ સમક્ષ પણ કરવા ઈચ્છતો હતો. બહુ મુશ્કેલી બાદ તેને બાદશાહની સામે હાજર થવાની પરવાનગી મળી શકી.
તેણે ધાર્યું હતું કે બાદશાહ તેની પ્રશંસા કરશે અને ઘણાં ઈનામોથી પણ નવાજશે અને (અત્યાર સુધી) અન્ય લોકો પાસેથી મળેલી પ્રશંસા અને ઈનામોને કારણે તેની આ આશા ઉચિત જ હતી. પણ બાદશાહે તેને શું કર્યું? બાદશાહે કહ્યું, ‘મહાનુભાવ, મેં બુલબુલનું ગીત સાંભળ્યું છે, હું તારી પાસે બુલબુલનાં ગીતો નહીં, પણ એવાં ગીતો સાંભળવાની આશા અને અપેક્ષા રાખું છું જે ગાવા તું જન્મ્યો છે. બુલબુલનું ગીત ગાવા માટે બુલબુલ છે તે જ બસ છે. આપ, જાઓ અને તમારા ગીતને તૈયાર કરો અને જ્યારે તે તૈયાર થઈ જાય ત્યારે આવો. હું તમને આવકારવા તૈયાર રહીશ. એટલું નિશ્ચિત છે કે જીવન, બીજાની નકલ કરવા માટે નહીં, પણ સ્વયંના બીજમાં જે છુપાયેલું છે તેમાંથી વૃક્ષ બનાવવા માટે છે. જીવન અનુકૃતિ નથી, મૌલિક કૃતિ છે.
સુરત – ડાહ્યાભાઈ હરિભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
યુવા વિશ્વ ચેમ્પિયન
ચેસની રમતના આસમાનમાં ચમકતા બે સિતારા એક વિશ્વનાથ આનંદ અને બીજા ડી. ગુકેશ. આ બંને ભારતિય ખેલાડીઓના નામનો અર્થ થાય છે માસ્ટર ઓફ યુનિવર્સ. ફકત 18 વર્ષની ઉંમરે વિશ્વ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચનાર ગુકેશને ખૂબ અભિનંદન. ભારતને ગૈારવ પ્રદાન કર્યું. ગત ગેમમાં ગુકેશે અંતિમ ચાલ ચાલી તેમાં જોખમ હતું પરંતુ તે જીતી ગયો. 2024માં કેન્ડીડેટ ટુર્નામેન્ટ વિજેતા, ચેસ ઓલિમ્પિયાડ ચેમ્પિયન વર્લ્ડ ચેમ્પિયન બન્યો.
ખરેખર ચેસ એક બૌધ્ધિક રમત છે અને તેમાં દિમાગનો ઇસ્તેમાલ ખૂબ જ ધૈર્યથી કરવાનો હોય છે. ગુકેશ નાની ઉંમરનો ફકત 18 વર્ષે વર્લ્ડ ચેમ્પિયન બન્યો તે બદલ આખા ભારતમાં એના પર અભિનંદનની વર્ષા થઇ. આપણા દેશ માટે ગૌરવની વાત કહેવાઇ ‘ચેસનો નવો આનંદ’ ગુકેશે વિશ્વ વિજેતા બની ભારતને ગૌરવપ્રદ ઇતિહાસ પ્રદાન કર્યો ચેસ જેવી રમતમાં વિશ્વચેમ્પિયન બનવું અને તે પણ નાની ઉંમરે એ કાંઇ જેવી તેવી વાત નથી. ખૂબ ખૂબ અભિનંદન.
સુરત – શીલા સુભાષ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.