દેશને આઝાદી મળી ત્યારથી જનસંઘ અને એના સહયોગી દળો વિવિધ નેતાઓના નામે જૂઠાણાં ફેલાવી કોંગ્રેસ અને નહેરૂ ગાંધી પરિવાર ઉપર રાજકીય લાભ ખાટવા આક્ષેપો કરતા રહ્યા છે. જેમાં સરદાર પટેલને અન્યાય અને પીએમ નહીં બનવા દીધા હોવાની બાબત અગ્રેસર છે.હમણાં જ અમિત શાહે આ વાત જાહેરમાં દોહરાવીને કહ્યું કે સરદારને ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બનાવાતે તો ભારત આજે મહાસત્તા હોતે! ભૂતકાલીન ઇતિહાસથી અજાણ પ્રજા આ સાંભળી તાળીઓ પાડે છે. આ તાળીઓ પાડનારાઓએ સમજવું જોઇએ કે ભારતના પ્રથમ પ્રધાનમંત્રીની ચૂંટણી 1951માં થયેલી અને સરદાર પટેલનું અવસાન 1950માં 1 વર્ષ પહેલાં થઇ ગયેલું તેથી સરદારને અન્યાયની વાત જ બોગસ સાબિત થાય છે.
પીએમ નરેન્દ્ર મોદી પણ આ વાત સંસદમાં ઉચ્ચારી ચૂકયા છે. સરદાર મહાન હતા પરંતુ કોંગ્રેસે અન્યાય કર્યો હોવાની બાબત બોગસ છે. વળી સરદાર પટેલ આજીવન કોંગ્રેસી રહ્યા હતા અને ગાંધી હત્યા બાદ આરએસએસ ઉપર પ્રતિબંધ પણ મૂકેલો અને સરદાર જો મહાન હતા તો મોદીજીએ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને પોતાનું નામ ઘુસાડી પટેલનું અપમાન તો મોદીએ કર્યું છે. એ કેમ નથી બોલતા? પટેલોની યે બોલતી બંધ કરી દેવાઇ છે અને આજે બીજેપીમાં અડવાણી અને મુરલી જોષીની જે હાલત કરાઇ છે એના કરતાં તો કોંગ્રેસમાં સરદારની હાલત સારી હતી.
સુરત – જિતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
એક દેશ એક જ નિયમ
દેશના વડા પ્રધાન દેશનાં તમામ ક્ષેત્રે તો બીજી બાજુ ગુજરાત રાજ્ય સરકારે હાલમાં જ નવો નિયમ અમલમાં મૂકયો છે, જે અનુસાર સ્નાતક થયેલાં ઉમેદવારો જ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષા આપી શકશે. આ અગાઉ 12મી પાસ થયેલાં ઉમેદવારો પણ આ પરીક્ષા આપી શકે એવો નિયમ હતો. હવે સમજવાનો અને વિચારવા જેવો પ્રશ્ન એવો ઉદ્દભવે છે કે રાજ્યમાં ધારાસભ્યો કે મંત્રીઓ ઓછું ભણેલાં કે અભણ હોય તો વાંધો નથી. આ તફાવત સર્જક-કેવા નિયમો છે. આ અંગે રાજ્ય સરકારે ગંભીરતાથી વિચારવું જરૂરી છે. કોઇ પણ નિયમ લાવે તો તે તમામ ક્ષેત્રે સમાનરૂપથી લાગુ પડવા જોઈએ.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.