Charchapatra

ધરમના નામે ય જૂઠાણા

તાજેતરમાં હિન્દુઓ માટે અવિસ્મરણીય એવો કુંભમેળો સમાપ્ત થયો. યુ.પી. સરકારે જાહેર કર્યા મુજબ ૬૫ કરોડ લોકોએ એક મહિનામાં કુંભમેળાની મુલાકાત લીધી! વળી સરકારે જણાવ્યુ કે, આ ગણત્રી અમે AI, CCTV. કેમેરાની મદદથી કરી છે. આ અધધધ થઇ જવાય તેવો તોતિંગ આંકડો માની શકાય ખરો? જ્યારે સમગ્ર UPની વસ્તી ૨૪ કરોડ છે! ૬૫ કરોડ લોકો આવે એ શક્ય છે ખરૂ? આ આંકડો અમે કંઇ કરીએ છીએ એવુ બતાવી હિન્દુઓને અને દુનિયાને ચકાચૌંધ કરવાનો ખેલ છે. કારણ કે, ૧૪૫ કરોડ દેશની વસ્તી ગણીએ તો એમાં ૧૨૦ કરોડ હિન્દુ છે. જો ૬૫ કરોડ હિન્દુઓ આવ્યા હોય તો, દર બીજો હિન્દુ ગંગામાં ડૂબકી લગાવી આવ્યો? શું આ શક્ય છે?

તમારી સોસાયટીમાં ૫૦૦ની વસ્તી છે એમાંથી ૨૫૦ માણસ ગયેલા? એક ઓફિસમાં ૧૦૦ હિન્દુ કામ કરે છે એમાથી ૫૦ હિન્દુ ગયેલા? જો ના તો આ ૬૫ કરોડનો આંકડો ઉપજાવી કાઢેલો બોગસ છે અને હિન્દુઓને સરકાર સતત ઉલ્લુ બનાવે અને સરકાર જે AI CC કેમેરાથી પ્રવાસીઓની ગણત્રી કરાવાની વાત કરે છે, એવા કોઇ CC કેમેરા આપણે ત્યાં બનતા નથી અને જો વિદેશથી આ કેમેરા મંગાવાયા હોય તો સરકારે એ કયા દેશ પાસેથી મંગાવ્યા? એ જાહેર કરવું જોઇએ. આ સરકાર હિન્દુઓની ધાર્મિક ભાવનાઓનું ઇમોશનલ બ્લેકમેઇલીંગ કરી રહી છે. કુંભ સ્નાન માટે ૬૫ કરોડ લોકોનું આગમન એટલે UPની કુલ આબાદીથી ત્રણ ગણા લોકોનું આગમન શું આ શક્ય છે?
સુરત     – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top