Business

સરકારે આ બેંકને વેચવાનો નિર્ણય કર્યો, શેરમાં આવ્યો મોટો ઉછાળો

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર(Central Government) અને સરકારી વીમા કંપની LIC IDBI બેંક(Bank)માં ઓછામાં ઓછો 51 ટકા હિસ્સો વેચવાનો પ્રયાસ કરી રહી છે. આ અંગેના સમાચાર સામે આવ્યા બાદ IDBI બેંકના શેરો(stocks)માં મોટો ઉછાળો આવ્યો છે. આ સમાચાર બહાર આવ્યા બાદ, આજે ગુરુવારના ટ્રેડિંગની બપોર દરમિયાન IDBI બેંકનો શેર BSE પર 10 ટકાથી વધુ ઉછળ્યો હતો.

શેરના ભાવમાં વધારો થયો
આઈડીબીઆઈ બેંકનો શેર આજે બીએસઈ પર રૂ. 40.65 પર નજીવા વધારા સાથે ખુલ્યો હતો. આ પહેલા બુધવારે તે રૂ. 40.15 પર બંધ થયો હતો. ટ્રેડિંગ શરૂ થયા બાદ તેના શેરની કિંમત સતત વધવા લાગી. બપોર સુધીમાં BSE પર તેની કિંમત 10.09 ટકા વધીને 44.20 રૂપિયા થઈ ગઈ હતી. જો કે બપોર બાદ બજારમાં વેચવાલી થવાની થોડી અસર પણ આ શેર પર જોવા મળી હતી. ટ્રેડિંગ બંધ થયા બાદ તે 7.35 ટકાના વધારા સાથે 43.10 રૂપિયા પર બંધ રહ્યો હતો.

વેપારનું પ્રમાણ 7 ગણાથી વધુ વધ્યું
BSE પર આજે આઈડીબીઆઈ બેંકના 65.83 લાખ શેરનું ટ્રેડિંગ થયું હતું, જેણે રૂ. 28.43 કરોડનું ટર્નઓવર જનરેટ કર્યું હતું. આજે તેના ટ્રેડિંગ વોલ્યુમમાં 7.08 ગણો ઉછાળો નોંધાયો હતો. હાલમાં IDBI બેન્ક (IDBI Bank MCap)નું માર્કેટ કેપ વધીને રૂ. 46,342.85 કરોડ થઈ ગયું છે. છેલ્લા એક વર્ષમાં શેરમાં 15 ટકાનો વધારો થયો છે. જો કે આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીના રેકોર્ડ પર નજર કરીએ તો આ સ્ટોક હજુ ખોટમાં છે. તેનું 52-સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 65.25 અને 52-સપ્તાહનું નિમ્ન સ્તર રૂ. 30.50 છે.

સરકાર અને એલઆઈસીનો છે આટલો ભાગ
સરકાર અને LIC મળીને IDBI બેંકમાં લગભગ 94 ટકા હિસ્સો ધરાવે છે. બ્લૂમબર્ગના તાજેતરના અહેવાલ મુજબ, સરકાર અને એલઆઈસીના અધિકારીઓ બેંકમાં કેટલો હિસ્સો વેચવો જોઈએ તે અંગે ચર્ચા કરી રહ્યા છે. વેચાણ બાદ પણ સરકાર અને LIC બંનેનો હિસ્સો બેંકમાં રહેવાની ધારણા છે. રિપોર્ટ અનુસાર, IDBI બેંકના હિસ્સાના વેચાણ પર અંતિમ નિર્ણય મંત્રીઓના જૂથ દ્વારા લેવામાં આવશે.

આવતા મહિનાના અંત સુધીમાં થશે જાહેરાત
એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સરકાર અને LIC સપ્ટેમ્બરના અંત સુધીમાં IDBI બેંકમાં હિસ્સો ખરીદવા માટે બિડ માટે કૉલ કરવાની ઔપચારિક જાહેરાત કરશે. 30 જૂન, 2022 સુધીના ઉપલબ્ધ ડેટા અનુસાર, IDBI બેંકમાં સરકારનો 45.48 ટકા અને LICનો 49.24 ટકા હિસ્સો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બેંકે રૂ. 756 કરોડનો એકલ નફો નોંધાવ્યો હતો, જે વાર્ષિક ધોરણે 25 ટકા વધુ છે. સુધારેલી સંપત્તિની ગુણવત્તા, બેડ લોનની વધુ સારી રિકવરી અને NPA માટે ઓછી જોગવાઈએ બેંકને નફો વધારવામાં મદદ કરી.

Most Popular

To Top