Charchapatra

પુસ્તકાલય: જ્ઞાનનો ભંડાર

જેમ અનાજના સંગ્રહ માટે અન્ન ભંડાર હોય છે, ખાદીના વેચાણ માટે ખાદી ભંડાર હોય છે. તેવી જ રીતે માણસની માનસિક શકિતરૂપી જ્ઞાનના સંવર્ધન કરવા માટે સરકારે જિલ્લા-તાલુકા મથકે વાચકો માટે વિના મૂલ્યે પુસ્તકાલયો શરૂ કર્યાં છે. તે ઉચિત પગલું છે. પુસ્તકાલયમાં નવલકથા, નવલિકા, વાર્તાસંગ્રહ, વિવિધ ભડવીરોનાં જીવન-ચરિત્ર અંગેનાં પુસ્તકોનો ભંડાર હોય છે. જેમાંથી જીવન માટે ઘણી પ્રેરણા મળે છે. આજે યુવાનો મોબાઇલ, વોટ્‌સએપ પર મંડયા રહે છે અને હાથવગું મનોરંજન મેળવે છે. તેના કરતાં પુસ્તકાલયમાં જઇને વાંચનનો વ્યાપ વધારવામાં આવે તો જનરલ નોલેજ વધે અને જ્ઞાનનો ભંડાર વધારી શકાય તેમ છે, પુસ્તકાલય પણ ભગવાનના દેવાલય જેટલું પવિત્ર હોય છે. સાહિત્યકારો, લેખકો વાચનના બળથી ઉત્કૃષ્ટ રચનાઓ કરીને સાહિત્ય ક્ષેત્રે ગહન ખેડાણ કરતા હોય છે. આથી યુવા વર્ગે તો ખાસ વ્યસન અને ફેશન છોડીને પુસ્તકાલયમાં જઇને જ્ઞાનનો ભંડાર વધારવો જોઇએ.
તરસાડા  પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top