Vadodara

5.74 લાખના લિવાઈસ કંપનીના બનાવટી કપડાં સાથે બે ઝડપાયા

વડોદરા : હરણી રોડ ઉપર આવેલા મિલન પાર્ટી પ્લોટમાં બ્રાન્ડેડ લિવાઇસ કંપની ના બનાવતી કપડાનુ વેચાણ કરતા બે ઈસમો ને પોલીસે ઝડપી પાડયા હતા. મુંબઈ એસ્ટ ગોરેગાંવના આર એ રોડ પર આવેલ એકોર ક્લાસિસમા આવેલ નેત્રિકા કંપનીમાં એક્ઝિક્યુટિવ ફિલ્ડ ઓફિસર પદે ફરજ બજાવે છે. તેમની કંપનીને લીવાઇસ કંપની દ્વારા ટ્રેડમાર્કના હકકોના રક્ષણમાં ફરિયાદ કરવાની ઓથોરિટી આપેલી છે. તેમણે બાતમી મળી હતી કે એરપોર્ટ સર્કલ ની સામે આવેલ રેવડિયા મહાદેવ મંદિર પાસે મિલન પાર્ટી પ્લોટ માં levis કંપનીના ટ્રેડમાર્ક વાળા કપડા ઓનલી ઓરીજનલ નામથી વેચાણ થાય છે.

અધિકારીએ પોલીસની મદદ લઈને મિલન પાર્ટી પ્લોટ માં દરોડો પાડતા કાઉન્ટર ઉપર મુકેલા જંગી માત્રામાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડાં મળી આવ્યા હતા. અલગ કલરના જેકેટ શર્ટ પેન્ટ ઉપરાંત કંપનીના માર્કો મારેલા બનાવટી પગરખા પણ મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. કપડાં વેચતા મિલન મહેન્દ્રભાઈ વૈદ (ફ્લેટ નંબર ૧૦, બી વીંગ, આનંદ સરોવર, ક્રિષ્ના ટાઉશિપમાં વસઈ મુંબઈ) અને હર્ષલ બિપીનભાઈ વૈદ (રુમ નંબર ૨૩૬૮ સાધના કોલોની પંપ હાઉસ રોડ જામનગર) ના પાસે કપડા ના ખરીદ બીલ માંગતા નહી હોવાનુ જણાવ્યુ હતુ. ડુપ્લીકેટ જીન્સ કૉટન પેન્ટ શર્ટ જેકેટ શૂઝ,સ્લીપર સહિત 5.74 લાખ રૂપિયા નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંને ઠગ બેલડી ને ઝડપી પાડયા હતા. ફિલ્ડ ઓફિસરની ફરિયાદ આધારે હરણી પોલીસે બંને ઈસમો વિરુદ્ધ છેતરપિંડી અને કોપી રાઈટ્સના હકો ભંગ કરવાનો ગુનો દાખલ કર્યો હતો અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top