ગુજરાતમાં નાગરપાલિકાઓની ચૂંટણી થવાની છે અને ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે એમ જ ભાજપમાં આંતરિક અસંતોષ પણ ફાટીને ધુમાડે ગયો છે. ગુજરાતમાં કોંગ્રેસ મરવા વાંકે જીવે છે અને ‘આપ’નું પોત પહેલાં કરતાં ઢીલું પડ્યું છે અને ભાજપને એમ જ છે કે, અમને સત્તા પરથી કોઈ હટાવી ના શકે. આ જ વાત કાર્યકર્તાઓમાં જોવા મળી રહી છે અને એટલે બધાને હોદા્ જોઈએ છે અને બધાને ચૂંટાઈ જવું છે. ગુજરાતમાં પાલિકાની ચૂંટણીઓમાં કુલ ૨૧૦૦ બેઠક છે અને એ માટે ૮૦૦૦થી વધુ લોકોએ ભાજપમાંથી દાવો કર્યો છે. ભાજપમાં આટલી મોટી સંખ્યામાં દાવેદારી થઇ હોય એવો આ કદાચ પહેલો દાખલો છે. બીજી બાજુ પક્ષમાં આંતરિક રોષ વધતો જાય છે. એનાં કારણો એકથી વધુ હોઈ શકે. પણ છેલ્લા થોડા સમયથી આ અનુશાસિત ગણાતા પક્ષમાં અસંતોષ જુદા જ સ્વરૂપે બહાર આવી રહ્યો છે. નનામા લેટર દ્વારા એકબીજા પર કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે.
અમરેલી , કેશોદ, રાજકોટ એમ બધે આ રીતે લેટરકાંડ ચાલી રહ્યા છે. અમરેલીમાં ધારાસભ્ય અને ઉપદંડક વેકરીયા સામે લેટર બહાર પડ્યો. એમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા અને પાંચેક ભાજપીઓ સામે ફરિયાદ થઇ અને એમાં એક પાટીલ દીકરીની પણ ધરપકડ થઇ. કાયદાની ઐસીતૈસી પોલીસે મહિલાની રાત્રે ધરપકડ કરી અને એટલું જ નહિ એમનું સરઘસ કાઢ્યું. પોલીસ આટલી હિંમત કરે એ પાછળ કોઈનો દોરીસંચાર હોય એ સ્વાભાવિક છે અને પાછું પોલીસ સ્ટેશનમાં દીકરીને માર મરાયો અન હવે એની તપાસ થઇ રહી છે. બધા જામીન પર છૂટી ગયા છે.
રાજકોટમાં પ્રભારી ધવલ દવે સામે એક નનામો લેટર ફરી રહ્યો છે એનો વિવાદ ભડક્યો છે અને એમાં સૌરાષ્ટ્રમાંથી પટેલોનાં પત્તાં સાફ કરવાની વાત છે. આ લેટર કોણે વહેતો કર્યો છે એની વાત બહાર આવી નથી. કોઈએ પોલીસ ફરિયાદ કરી નથી. કદાચ અમરેલીમાંથી બોધપાઠ લીધો છે. અગાઉ પણ આવા લેટર ફરતા થયા હતા. સી. આર. પાટીલ સામે પણ કેટલીક વાતો વહેતી થઇ હતી. ઇફકોની ચૂંટણી વેળા જયેશ રાદડિયા સામે ઉમેદવાર મૂકવામાં આવ્યો અને એનો વિવાદ થયો અને એમાં રાદડિયા અને દિલીપ સંઘાણી એક થઇ લડ્યા. પાતીલ સામે નહોર ભરાવ્યા અને નગરપાલિકાની ચૂંટણી જીતી.
નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ આવું થઇ રહ્યું છે. ભાજપના જ બે ભાગ સામસામે લડી રહ્યા છે. આનું કારણ શું છે? અગાઉ ભાજપમાં આવું બનતું હતું પણ જવલ્લે જ. એમ તો સંજય જોશી સામે સીડીકાંડ થયેલો અને મોદી સામે લેઉવા પટેલ સંમેલનો ખુલ્લેઆમ યોજાયાં હતાં. ભાજપા – રાજપા થયું હતું. પણ અત્યારે જે બની રહ્યું છે એ ભાજપ અનુશાસિત પક્ષ છે એવી ઈમેજના ભાંગીને ભુક્કા થયા છે. વધુ સમય અને વધુ પડતી સત્તા અપાઈ ત્યારે આવું થાય છે અને બીજું એક મહત્ત્વનું કારણ એ છે કે, ભાજપે કોંગ્રેસમાં ઘણાં બધાં ગાબડાં પાડ્યાં છે. મૂળે કોંગ્રેસીઓને પક્ષમાં લીધા છે અને મંત્રીપદો પણ આપ્યાં છે અને હજુય અર્જુન મોઢવાડિયા અને અન્યો લાઈનમાં છે.
આ કારણે પણ ભાજપમાં અંસતોષ વધતો જાય છે. તાજેતરમાં રાજકોટ પ્રમુખની ચૂંટણી માટે સેન્સ લેવાઈ ત્યારે ઘણા આગેવાનોએ નિરીક્ષકો સામે જે રજૂઆત કરી હતી એ સ્ફોટક હતી અને એમાંય ભ્રષ્ટાચારની વાત હતી અને હજુય પ્રમુખોનાં નામની પસંદગી થઇ નથી. પ્રદેશ પ્રમુખની જાહેરાત પણ બાકી છે. સ્થાનિક ચૂંટણીઓ પૂરી થાય પછી જાહેરાત થશે એમ હવે માનવામાં આવે છે.
નરેન્દ્ર મોદી અને અમિત શાહ દિલ્હી ગયા બાદ ગુજરાત ભાજપમાં આંતરિક સાઠમારી વધી છે એનો કોણ ઇનકાર કરી શકે? અને આમ છતાં આ વાતનો કોઈ તોડ થતો નથી એ આશ્ચર્ય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસી શોધવામાં કેટલો સમય વીત્યો એ સૌ જાણે છે અને કેટલીક આવી નિયુક્તિ ખોટી રીતે થઇ છે એ પણ સુવિદિત છે. આવું કેમ ભાજપમાં બની રહ્યું છે? ગુજરાતમાં સરકાર છે એવું ફિલ થતું નથી. પક્ષમાં શિસ્ત દૂર દૂર સુધી જોવા મળતી નથી. આ ભાજપ નથી એનું પોત બદલાઈ રહ્યું છે, નબળું પડી રહ્યું છે. કોઈ ઈલાજ ના કર્યો તો કોંગ્રેસ ભલે નબળી રહી પણ ભાજપ એના અસંતોષનાં ફળ જરૂર ચાખશે.
મોદી એ યુવા ઉમેદવારને ત્રણ વાર પગે કેમ લાગ્યા?
દિલ્હીના પટપડગંજ બેઠકના ઉમેદવાર રવીન્દ્ર નેગી ચર્ચામાં છે. આ બેઠક પર ગઈ ચૂંટણીમાં મનીષ સિસોદિયાને નેગીએ સારી લડત આપી હતી. આ વેળા એમની સામે આપે શિક્ષાવિદ્ ઓઝાને ઊતાર્યા છે. નેગી ચર્ચામાં એટલે છે કે, દિલ્હીમાં નરેન્દ્ર મોદીની સભામાં ઉમેદવારોનો પરિચય મોદી સાથે કરાતો હતો ત્યારે નેગી મોદીને પગે લાગ્યા તો મોદી નેગીને ત્રણ વાર પગે લાગ્યા, નેગી થોડા અસહજ થઇ ગયા. મંચ પર જેટલાં લોકો હતાં અને જેટલાએ આ દૃશ્ય જોયું એ બધાને આશ્ચર્ય તો થયું જ. મોદીએ આવું કેમ કર્યું? એ સવાલ થાય જ.
ઘણી વાર મોદી કોઈ વડીલ એમને નમન કરે તો એ તુરંત પગે લાગે છે પણ પોતાથી નાની ઉંમરના યુવા ઉમેદવારને મોદી ત્રણ વાર પગે લાગ્યા એ જરા ગળે ઊતરે એવી વાત નથી. શું આ વાતથી પણ કોઈ મેસેજ અપાયો છે? શું આ એક પ્રકારે મોદીની અન્યોને શીખ છે કે નમન કરવાનું રહેવા દો. પગે ના પડો , નમસ્કાર સુધી બધું ઠીક છે. જે કહો તે, નેગી આ ઘટના પછી ખાસ્સા ચર્ચામાં છે અને એ કારણે એમને ફાયદો થાય છે કે નુકસાન એ જોવાનું છે. જે થાય તે પણ જાહેર જીવનમાં એકબીજાને સન્માન આપવાની રીત પુરાણી છે પણ આ પગે પડવાની વાત થોડી ઊતરતી તો લાગે છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.