Charchapatra

સુરતને વાહન વ્યવહારના સંચાલનમાં નંબર-૧ બનાવીએ

આપણો ભારત દેશ રોડ અકસ્માતના મૃત્યુમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબરે છે. વર્ષ ૨૦૨૪માં સમગ્ર ભારતભરમાં આશરે ૧,૮૦,૦૦૦ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. સમગ્ર શહેરના તમામ લોકોએ ભેગા મળી પ્રયત્ન કરવા પડશે કે શહેરમાં રોડ અકસ્માતમાં કોઈ ઘાયલ પણ ન થાય. રોડ અકસ્માતના મુખ્ય કારણોમાં વધારે ઝડપ, વાહન વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, દારૂ પીને વાહન ચલાવવુ મુખ્ય છે.

શહેરના ટ્રાફિક કમિશ્નર શ્રીને પણ વિનંતી કે બધા સાથે મળીને સુરતને વાહન અકસ્માત વગરનું શહેર બનાવીએ. લોકો વધારેમાં વધારે નિયમો પાળે તથા શિસ્તબદ્ધ વાહન ચલાવે તે માટે ઉચીત દંડની કાર્યવાહી તેમજ તાલીમ આપવામાં આવે. કેન્દ્ર સરકાર પણ દેશમાં બધા શહેરો વચ્ચે સૌથી સારા વાહન વ્યવહાર સંચાલન માટેની સ્પર્ધા ગોઠવે અને દર વર્ષે યોગ્ય મુલ્યાંકન પદ્ધતિથી એવોર્ડ આપે. ચાલો આપણે બધા સાથે મળીને સુરત તથા ભારત દેશને વાહન વ્યવહાર સંચાલનમાં નંબર-૧ બનાવીએ.
સુરત     – અમીત દેસાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top