દરેક જનરેશનને પોતાની આગવી ભાષા અને લાક્ષણિકતાઓ હોય છે જેમાં ઝેન જી 1997 થી 2011 વચ્ચે જન્મેલા અને ત્યાર બાદ આ જનરેશનનો સમાવેશ થાય છે. આ જનરેશન ફક્ત ટેકસેવી જ નથી. પરંતુ વૈશ્વિક બાબતો ઉપર સજાગ અને જાગૃત છે. તેવો ટેક્સેવી સાથે ખુલ્લા મનવાળા અગાઉના જનરેશન કરતાં સમાવિષ્ટ અને અનુકૂલનશીલ છે. આ ડિજિટલ યુગમાં જન્મેલા છે. ઇન્ટરનેટ વગરની દુનિયાની કલ્પના નથી. તેઓને જનરેશન આલ્ફા સંપૂર્ણપણે નવી પેઢીમાં જન્મેલાં બાળકો છે અને આગવી લાક્ષણિકતાઓ દર્શાવે છે. સાયકોલોજી પ્રમાણે તેમની આગવી માન્યતા મુજબ તેઓ સંપૂર્ણપણે ડિજિટલ છે. તેઓ શિક્ષણ અને મનોરંજન મેળવવા સંપૂર્ણપણે ગેજેટ અને ટેકનોલોજી પર આધારિત છે. આ જનરેશનના ટીનેજર રિસર્ચ પ્રમાણે રોજ સાત કલાક અને 44 મિનિટ અને તેથી વધુ સ્ક્રીન સાથે સમય વિતાવે છે.
આટલું ડીજીટલાઇઝેશન અને સ્ક્રીન ટાઈમ હોવા છતાં બહારની પ્રવૃત્તિ માટે સતત અગ્રેસર રહેતાં હોય છે. સ્પોર્ટ્સમાં આગવું પરફોર્મન્સ આપે છે. તેઓ વૈશ્વિક બાબતે જોડાયેલાં હોય છે. 30 ટકા જનરેશન આલ્ફા બીજાને મદદરૂપ થવાનો અને બદલાવ લાવવાની વિચારધારા ધરાવે છે અને સ્પર્ધાત્મક 59% જાગૃત છે. સ્વતંત્રતા પર ભાર મૂકે છે. નાની વયમાં એ પોતે નિર્ણય લેવાનો અને તે મુજબ કાર્ય કરે છે. સાહસિકતા અને રચનાત્મક પ્રોબ્લેમ સોલ્વ કરે છે. તર્કશક્તિ, નિર્ણયશક્તિ, સ્માર્ટ ટેકનોલોજી ડેટાનો ઉપયોગ કરી જાણે છે અને તેઓ પરિવર્તનથી ડરતાં નથી. આવા પરિવર્તનને ધ્યાનમાં રાખી માતા પિતા અને શિક્ષકોએ પ્રોત્સાહિત વાતાવરણ પૂરું પાડવું પડશે.
મોટા વરાછા સુરત – યોગેન્દ્ર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.