ધૂળધોયા જેવી હાલત કરીએ ત્યારે માંડ ચમચી જેટલું હાસ્ય છૂટે. એ માટે ભેજામાં આધિ-વ્યાધિ-ઉપાધિ-વેદના-સંવેદના-કરુણાના આંધણ કરીને રસ કાઢીએ ત્યારે માંડ ચટાકો નીકળે. લગન સુધી જે મદમસ્ત રહ્યો હોય, એ લગન પછી પણ અલમસ્ત રહે એ ભ્રમ છે. છતાં, એ ભ્રમણાને સાકાર કરવાનાં હવાતિયાં કુંવારાં છોડતાં નથી. પંચાંગમાં ગમે એટલાં ચોઘડિયાં હોય, પણ એમના માટે ખરાબમાં ખરાબ ચોઘડિયું, હોય તો, દેવસૂતી એકાદશીથી દેવઊઠી એકાદશી સુધીનું..! ભલે લગનનું માંડ માંડ ગોઠવાયું હોય, ત્રણ એક્કા જેવી પોતાની બાજી હોય તો પણ, તેને ભીન્નાવી દેવા માટે ભગવાન ‘over-time’ કરતાં નથી. પછી ‘ઐસી કી તૈસી’ કરીને કોઈ પીઠી ચોળી પીળો થાય એમાં તો ભગવાન પણ શું કરે..? હાથનાં કર્યાં હૈયે વાગે તો ભોગવી લેવાનું, એનો ભોગવટો ભગવાન કરતાં નથી..! આ તો એક વાત..! બાકી એ મુહૂર્ત વગર પણ પરણે તો એમાં ભગા દાજીનું શું જવાનું..? તંઈઈઈઈ..?
લગન એ આજકાલનો જટિલમાં જટિલ પ્રશ્ન છે..! ગોઠવાય તો ચપટીમાં પણ, નહિ તો કોળિયો મોંઢા પાસેથી પણ સરકી જાય..! જ્યારથી છોકરા છોકરીના જનમના દરમાં ફાંસલો વધ્યો છે ત્યારથી, લગનનું પણ જાણે sale નીકળ્યું હોય એમ, પડાપડી થાય. અમુક તો એવાં રખડી જાય કે, ‘તેલ લેવા જાય લગન’ કહીને આજન્મ બાવા રહેવાની પણ પલાંઠી વાળી દે..! એવાં ઘણાં છે કે, કોઈના પણ જમાઈ બન્યા વગર વરણીએ બેસીને હવા ખાય છે..! લગન વારુ કામ અઘરું છે, મામૂ..! બાવા કે બ્રહ્મચારીના વેશ ધારણ કરાય, બાકી કોઈના જમાઈ બનવું એ ખાવાના ખેલ નથી. જમાઈ ભલે જમરાજ કહેવાતા હોય, પણ સમય આવે ત્યારે જમરાજ પણ મદદ નહિ કરે. પૂંઠ ફેરવી દે..!
જેમ જે જન્મે છે, એનું મૃત્યુ નિશ્ચિત છે, પણ જન્મે એ પરણે કે કેમ એ નક્કી નહિ..! પછી ભલે એ ઉંમરલાયક હોય, પણ લગન માટે લાયક ના પણ હોય..! ટાઢિયો તાવ, શરીરનું ગૂમડું અને ફણગા કાઢતી ઈચ્છાઓ, બહારથી પ્રગટ થતી નથી. અંદરથી પ્રગટ થાય. પરણ-વા એક એવો વા છે કે, એ ઉભરે ત્યારે લગન સિવાય બીજો કોઈ મલમ અકસીર બનતો જ નથી. કોઈના પણ વાજાં સંભળાય એટલે, કુંવારાના કાન સસલાની માફક ઊભા થવા માંડે..! સમજી લેવાનું કે, ભાઈકો “કુછ કુછ હોતા હે..!” ઘણાં કહે છે કે, પતિ-પત્નીનું જોડું તો સ્વર્ગમાં નક્કી થાય.
પણ અમુકનાં જોડાં તો એવાં કાયર પાડે કે, પાડોશી પણ પૈણવાના નામ ઉપર ચોકડી મારી દે..! ઉજીયાળું જોડું મળે તો સ્વર્ગનું ને ક્જીયાળું મળ્યું તો સ્વર્ગ અને નરકનું collaboration હોય એવું લાગે..! બિચારા, ખરજવા ઉપર રેશમી મોજું ચઢાવીને, જિંદગી ખેંચી કાઢે બીજું શું..? અસ્સલના જેવું થોડું છે કે, ડોહા બંધ બાજી રમતા તો પણ, ત્રણ એક્કા જેવું Life partner લાવતા..! આજે તો ટોલ-નાકું ટાળવા shortcut શોધે એમ, સ્વર્ગ-નરકની ઝંઝટમાં પડ્યા વગર સોમવારે સામા મળે, મંગળવારે માયા લાગે, બુધવારે બોલતા થાય, ગુરુવારે ગમી જાય, શુક્રવારે સોદો, શનિવારે શંકા જાય ને રવિવારે છેડા છુટ્ટા..! ધત્તતેરીકી..! તું તારા ઘેર ને હું મારા ઘેર..!
મારે વાત કરવી છે, ચમનિયાના લઘુબંધુ ચંપકની..! આ બંને એના મા-બાપનાં જોડકાં સંતાન..! માત્ર એક ચોઘડિયાનો જ ડીફરન્સ..! ફેર એટલો કે, ચંપકે ભણવામાં બે-ચાર ચોપડી વધારે ફાડેલી, એટલે કન્યાની પસંદગી કરવામાં એવાં નખરાં કરેલાં કે, તમામ લક્ઝરી વાહન ચૂકી ગયેલો ને ચમનિયા પાસે આજે બે બાળકની મૂડી છે. નખરાં કરવામાં ચંપકની ઉંમર અડધી સદીની નજીક પહોંચી ગઈ. એટલે છકડા પણ હવે ઊભા રહેતા નથી. બાકી એને ભીન્નાવી દેવા વડીલોએ ઉધામા તો બહુ કર્યા. જ્યાં પણ મેરેજ બ્યુરોના બ્યુગલ વાગે ત્યાં ટનાટન થઈને પહોંચી જાય, ધમાકેદાર એન્ટ્રી પણ કરે, પણ હીરો ઘોઘે જઈને પાછો ફરે..! ભગત અને ભુવાનાં પગથિયાં ઘસી નાંખ્યા, નામ બદલ્યું, કુંડળી બદલી, લગનમાં સાતને બદલે સત્તર ફેરા ફરવાની બાધા પણ રાખી, છતાં શુક્રવાર નહિ વળે..! એની જાતને જે જે કુંવારા ભગત ભુવાનો ઈલાજ કર્યો, એ બબ્બે વખત પરણી ગયા, પણ ચંપકની ચોકડી સ્વસ્તિક નહિ થઇ..!
આજે ચમનિયો પરણીને લીલાલહેર કરે ને, સગા ભાઈ ચંપકનું ખાતું પણ નહિ ખુલે. બાપને ચિંતા તો થાય..? પણ લગન કંઈ વેપારીનો રોજમેળ થોડો છે કે, ગમે તેમ મેળ પાડીને બંધ કરી દેવાય..? ‘સેટ’ કરવામાં પોતે અપસેટ થઇ ગયો તો..? એટલે જગતમાં જેટલી કુંવારી ‘સેલીબ્રેટી’ છે, એના દાખલા આપીને સમજાવ્યા કરે કે, ધીરો પડ સારી સંવત આવશે તો તારાં પણ સૌ સારાં વાનાં થશે..! એમાં ને એમાં તમામ જાહેર રજાઓ જોડીને ઉંમરનો હિસાબ કરીએ તો ચંપક આજે ઉંમરમાં અડધી સદી સુધી પહોંચી ગયો. છતાં, જમણા કાંડે મીંઢળ બંધાયું નથી. ઉપરથી લોકો અફવા ફેલાવે કે, ઊઠી ગયેલી કંપનીનો માલ કોણ ઉઠાવે..?
ડેન્ગ્યુ સહન થાય પણ આવી અવસ્થા સહન કરવી એટલે, બરફની રોટલી સાથે આઈસ્ક્રીમનું શાક ખાતો હોય એવી ઠંડક ચંપક વ્હોરે છે..! બિચારો ઘણી વાર કાકલૂદી કરે કે, મારું તો સાલું નસીબ છે કે, ખાસડું..? સાવ નાંખી દેવા જેવા ‘નફફટિયા’ ના નામ આંતકવાદીના હીટ-લીસ્ટમાં હોય ને મારું નામ કોઈ છોકરીના લીસ્ટમાં જ નહિ..? ઉંમરલાયક થાય અને મંગળના ગ્રહ ઉપર પાણીની શોધ કરવા રોકેટ નીકળે એમ વડીલ જો સમયે કન્યા શોધવા નહિ નીકળે, ત્યારે આવું જ થાય. સમયે લાકડે માંકડું ‘સેટ’ કરવાની કસરત તો કરવી જ પડે. એ વાત અલગ છે કે, પરણાવ્યા પછી પણ વસતી વધારવા સિવાય કોઈ કાંદો કાઢતું નથી. બેંક બેલેન્સ વગરની પાસબુક જેવા જ થઇ જાય. રફીસાહેબનાં ગીતો ગાતો હોય તો મુકેશજીનાં ગીતોના રવાડે ચઢી જાય, ક્યાં મંજીરા લઈને ભજન ઠોકવા માંડે કે, ‘કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે..! તારા કપાળમાં કાંદા ફોડું..!
બાકી, એક વાર પૈઈણો એટલે ગોળના માટલામાં ફસાયેલા મંકોડાની માફક ફેરા ફરવાનું જ આવે. બહાર નીકળવાનો રસ્તો નહિ મળે ત્યારે, જીવડો હટપટ થવા માંડે.ગોળના માટલામાં જ ૮૪ લાખ ફેરા પૂરા કરતો હોય એમ, પરસેવાન થઇ જાય. લગ્ન એક એવી માયાજાળ છે કે, ચોઘડિયા યાદ નહિ રહે, પણ દેવ ક્યારે સૂતા અને ક્યારે ઊઠવાના એ એકાદશી કુંવારાના મગજમાં બરાબરની ચોંટેલી હોય. કુદરતી જે ઝંઝાવાત આવવાના હોય એ આવે, પણ ‘લાગી લગન મોહે લગનનકી’ માં ધૂણતા વાંઢેરાને ઝંઝાવાત પણ લગનનું ઓરકેસ્ટ્રા જેવું લાગે. એટલે તો કોઈની પણ શરણાઈ વાગે એટલે, ચંપકના પુરાણા કોટમાં ગરોળી ભરાઈ ગઈ હોય એમ, હફળ-ફફળ થવા માંડે.
બાકી, ચંપકમાં રાયના દાણા જેટલી પણ ખામી નહિ. ૧૬-૧૬ ના બે ભાગમાં પૂરો ૩૨ લક્ષણો હોવા છતાં, પણ કોઈ સુલક્ષણા વરમાળા પહેરાવવા મળી નથી. ઘોડાગાડી પહેલાં ચાબુક આવી જાય તેમ, લગનની બધી જ સામગ્રી હાથવગી હોવા છતાં, ઘોડાગાડી વગરના ઘોડા જેવી હાલત છે. લગન માટે તૈયાર રાખેલો કોટ મને બતાવ્યો ત્યારે તો, મારી આંખમાં પણ ઝળઝળિયાં આવી ગયાં. મને કહે, ‘ રમેશ..આ કોટ એટલો શુકનિયાળ છે કે, જેને પહેરીને અમારી ત્રણ-ચાર પેઢી તો બચ્ચરવાળ થઇ ગઈ, અને અડધું ગામ પણ, પરણી ગયું હશે, પણ મારા હાડકે પીઠી લાગી નથી..! સાલું, મારું જ ચોઘડિયું બદલાતું નથી…!
લાસ્ટ બોલ
ઉંમરની અડધી સદી કાઢ્યા પછી, ચમનિયાને પૈણવાની ઈચ્છા થઈ. મને કહે, ‘રમેશિયા…! તારા ધ્યાનમાં કોઈ ત્રીસેક વર્ષની છોકરી હોય તો કહેજે.
મેં કહ્યું, ‘ ધંતુરા..! તારી અડધી સદી તો પૂરી થઇ ગઈ. અડધી સદી વટાવી ચૂકેલાને કોણ ત્રીસ વર્ષની કન્યા આપે..?
મને કહે, ‘ ત્રીસની નહિ મળે તો, ત્રીસ-ત્રીસની બે હશે તો પણ ચાલશે…!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.