Charchapatra

આસ્તિક નાસ્તિક કરતાં વાસ્તવિક બનીએ

મે મહિનામાં વેકેશનનો માહોલ ને લગ્નની સિઝન, ઢગલા બંધ લગ્ન, એના મુહૂર્ત ગ્રહશાંતિનું કોણ નક્કી કરે છે? આ બધુ થાય પછીય વિઘ્ન તો આવેજ પણ અતિઆસ્થા આગળ કોઈનું ચાલતું નથી. જેને આપણે બહુ માનીએ છીએ તે મૂહુર્ત, શુભચોઘડીયા, ગ્રહશાંતિ પછી તેમનાં ભરોસા પછી અનેક વિઘ્નો આવે ત્યારે શું કહેવું? મુહૂર્ત જોવડાવ્યા પછી અત્યારે કુદરત રુઠ્યો છે. માવઠું વરસાદને વંટોળે કેટલાય લગ્નની મજા બગાડી. મંડપ, રસોઈ, ડીજે પર નાચવાનું, આ બધુ મૂહુર્ત જોવડાવ્યા પછી બગડ્યું! હવે આપણે જ વિચારો જેના પર આપણે ભરોસો રાખીએ છીએ તે શુભમુહૂર્ત- શુભચોઘડિયા ને કાઢવાવાળા જ્યોતિષિ માટે શું કહેવું? ટુંકમાં શુભકામ ગમે ત્યારે કરી શકાય બધું જોવાની કોઈ જરૂર ખરી કે? હમણાં બધાએ જોઈ લીધું ને! માણસ આસ્તિક બને નાસ્તિક બને પણ વિજ્ઞાનનાં યુગમાં વાસ્તવિક નથી બની શકતો એ પણ ખરુ નઈં? વિજ્ઞાન હવામાન ખાતુ ને અંબાલાલ પર વિશ્વાસ મુકવો જ રહ્યો.
બામણિયા        – મુકેશ બી. મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કરન્સી નોટોનો દુકાળ…
બેંકમાં કોને જવાનું નહિ થાય? છેલ્લા કેટલાક મહિનાથી હું જેમ તેમ ચાલી દર મહિને 86 વર્ષની ઉંમરે પેન્શન ઉપાડવા જાઉં છું. દરેક વેળા મને રૂપિયા 1ની, 2ની 5, 10, 20, 100ની નોટ મળતી જ નથી. આ મહિને 100નું બંડલ માંગ્યું તે પણ ‘નથી’નો જવાબ મળ્યો. હું 86 વર્ષનો વયોવૃદ્ધ માણસ, છૂટાં કરાવવા કયાં જાઉં? શું આર.બી.આઈ. સપ્લાય નથી કરતી કે પછી બંડલો સાથે કરામત થાય છે? માંડ માંડ બહુ વિનંતી, ઘરમાં લગ્નપ્રસંગ છે. છૂટાં પણ કોઇ આપતું નથી. રૂ.200 અને 500 ની નોટો મળે છે. ગ્રાહકોનો આ માથાનો દુખાવો RBI દૂર કરશે? ઘણી વાર એવું પણ બને, કલાકો બેસી રહીએ, ટોકન નંબર આવે જ નહિ. એક ઓફિસમાં સુંદર બોર્ડ વાંચ્યું. ‘ગ્રાહક ભગવાન છે’, એનું કામ પહેલાં પતાવો. અન્ય અનુભવ અવળો છે. બેલ્ટાસર ગેસીઅને સુંદર નોંધ લખી છે.‘ના અને હા શબ્દો ખૂબ ઝડપથી બોલવામાં આવે છે, પરંતુ આ શબ્દો પહેલાં ખૂબ ‘ઊંડો વિચાર જરૂરી છે.’
સુરત     – કુમુદ બક્ષી        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top