Charchapatra

ચાલો “પરીક્ષા પર્વ” ઉજવણી વિશે પણ વિચારીએ

નવરાત્રિના પર્વ પછી તરત જ તા.૧૪ ઓક્ટોબરથી પ્રથમ પરીક્ષાઓ શરું થાય તો પરિણામમાં પાછા જ પડાય એવી દહેશત છે. એકંદરે અભ્યાસમાં નબળા કે સામાન્ય વિદ્યાર્થીઓ તો પર્વ ઉજવણીમાં પરોવાઈ જતાં પરિણામ માઠું જ મેળવે છે પણ જેને ભણવું જ છે એવા તેજસ્વી વિદ્યાર્થીઓને પણ દસ દિવસ સુધી અભ્યાસમાં પરીક્ષાની તૈયારીમાં ચારેબાજુ ગરબામય વાતાવરણ હોવાથી પરીક્ષાલક્ષી તૈયારીમાં પૂરેપુરુ મન તો પરોવાતુ જ નથી. ભૂતકાળમાં પ્રથમ સામયિક પરીક્ષા નવરાત્રિ શરૂ થવાની હોય તેના આગલા દિવસે પૂર્ણ થતી હતી જે હવે યોગ્ય જ જણાય છે નવરાત્રિ શરૂ થાય તે પહેલાના અઠવાડિયામાં જ પ્રથમ સામયિક પરીક્ષા હોવી જોઈએ બીજી સામયિક પરીક્ષા પણ જો મકરસંક્રાંતિ- ઉત્તરાયણ પર્વ પહેલાં જ પૂર્ણ થાય તો વિધાર્થીઓ,વાલીશ્રીઓ અને શિક્ષકો માટે સારું રહેશે. ચાલુ વર્ષે ૨૦ જાન્યુઆરીથી બીજી સામાયિક પરીક્ષા શરૂ થનાર છે.

ચાલુ વર્ષે એક પ્રસંશનીય વાત એ જાહેર કરવામાં આવી છે કે હવે બોર્ડની જાહેર પરીક્ષા ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં શરૂ કરી માર્ચના પ્રથમ અઠવાડિયામાં લેવામાં આવનાર છે હવે જો પરિણામ એપ્રિલ પ્રથમ અઠવાડિયામાં જાહેર કરવામાં આવે તો અનુત્તીર્ણ માટે વેકેશન ઉઘડે તે પ્રથમ અઠવાડિયામાં જ પૂરક પરીક્ષા યોજી જુનમાં જ પરિણામ જાહેર કરવાનું આયોજન થવું જોઈએ જેથી પાસ થનાર બધા જ વિદ્યાર્થીઓ શરૂઆતથી જ ઉપલા ધોરણમાં નિયમિત શાળાકીય અભ્યાસમાં જોડાઈ શકે. આજના ડિજિટલ યુગમાં પરીક્ષા કામગીરી ધારીએ તો ઝડપથી કરાવી શકાય.
સુરત     – વિજયકુમાર આર બારોટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top