National

‘અમને ભારતમાં આવવા દો…’- પાણીમાં ઉભા રહી હજારો બાંગ્લાદેશના હિન્દુઓએ BSFને કરી અપીલ

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં (Bangladesh) ચાલી રહેલી હિંસા વચ્ચે બાંગ્લાદેશી હિંદુઓનું (Bangladeshi Hindu) પલાયન ચાલુ છે. ત્યારે મોટી સંખ્યામાં બાંગ્લાદેશી હિન્દુઓ ભારતીય સીમાની નજીક પહોંચી ગયા છે અને ભારતમાં (India) આશ્રય માટે આજીજી કરી રહ્યા છે. આ તમામ હિન્દુઓ પશ્ચિમ બંગાળની સરહદે આવેલા બાંગ્લાદેશી વિસ્તારોમાંથી ભારતીય સરહદ સુધી પહોંચી રહ્યા છે.

અસલમાં બાંગ્લાદેશમાં નવી સરકાર બની હોવા છતાં પણ ત્યાં હજી સુધી હિંસા ચાલુ છે. દરમિયાન પ્રદર્શનકારીઓ લઘુમતી સમુદાયને નિશાન બનાવી રહ્યા છે. જેના કારણે બાંગ્લાદેશ (ભારતીય સરહદ પરના બાંગ્લાદેશીઓ)ના ઘણા હિંદુ પરિવારો તેમના ઘર છોડીને ભારતમાં આશરો મેળવવા માંગે છે. જેથી ભારત-બાંગ્લાદેશ સરહદ પર હજારો હિન્દુ સમુદાયના લોકો પાણીમાં ઉભા રહી ભારતને અપીલ કરી રહ્યા છે. આ લોકોમાં લગભગ 1000 બાંગ્લાદેશીઓ સીતાલકુચી, કૂચ બિહાર, બંગાળના જળાશયમાં ઉભા છે, અને તેઓ ભારતમાં પ્રવેશવા દેવા માટે BSFને વિનંતી કરી રહ્યા છે.

બાંગ્લાદેશી હિન્દુઓએ ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા
સીમા સુરક્ષાને લઈને બીએસએફ ખુબ જ પણ સતર્ક છે. ત્યારે BSF અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા લોકોનું આ અત્યાર સુધીનું સૌથી મોટું જૂથ છે. કૂચ બિહારના કાશિયાર બરુની વિસ્તારના પથાનતુલી ગામમાં સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહેલા લોકો એટલા હતાશ થઈ ગયા હતા કે તેઓ વાડની બહારના જળાશયમાં કલાકો સુધી રાહ જોતા હતા. તેમજ કેટલાક લોકો તો ‘જય શ્રી રામ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવી રહ્યા હતા.

બીએસએફ એલર્ટ
બીએસએફના જવાનોએ આ લોકોને સરહદના ઝીરો પોઈન્ટ (નો મેન્સ લેન્ડ)થી 150 યાર્ડની વાડ પાર કરતા અટકાવ્યા હતા. BSF સૈનિકો દ્વારા વારંવાર અપીલ કરવા છતાં, આ લોકો બાંગ્લાદેશના રંગપુર જિલ્લાના દોઈ ખાવા અને ગેન્દુગુરી ગામમાં તેમના ઘરે પાછા ફરવા તૈયાર ન હતા. દરમિયાન બીએસએફના એક રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે, “બીએસએફ માટે આ ઊભો થઇ રહેલો પડકાર ખુબ જ મોટો છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશથી લોકો બંગાળના ઉત્તર 24 પરગણાના પેટ્રાપોલમાં પણ આવી રહ્યા છે.

ભારતે સરહદ સુરક્ષા માટે સમિતિની રચના
આવા સંકટ માટે ભારત અગાઉથી જ તૈયાર હતું અને ભારત સરકારે સરહદ પર નજર રાખવા માટે એક સમિતિની રચના પણ કરી હતી. ત્યારે બોર્ડર સિક્યુરિટી ફોર્સના ઈસ્ટર્ન કમાન્ડના એડીજીને કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ પહેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સે બાંગ્લાદેશ બોર્ડર પર તકેદારી વધારી હતી. પરંતુ બીજી બાજુ બાંગ્લાદેશમાં હિંસાની ઘટનાઓએ ભારત સરકારની ચિંતા વધારી દીધી છે.

Most Popular

To Top