જો ચકલી ન હોય તો પત્નીને કઇ રીતે કહીશું કે આખો દિવસ ચકલીની જેમ ચીંચીં કરીને તું થાકતી નથી? સતત કલબલ કર્યા કરતી અને ધૂળમાંથી પણ ખાણું શોધતી ચકલી પ્રતિ વર્ષ ઓછી થતી જાય છે.
હાઇરાઇઝ બિલ્ડિંગ, મોબાઇલ ટાવર, સેલફોનના કિરણો અને સિલિંગ ફેન, ચકલીઓ ઓછી કરવા માટે મુખ્ય કારણભૂત છે. સારી વાત એ છે કે કબૂતરોનું ધુધુધુ હજી સરળતાથી સાંભળી શકીએ છીએ પણ ચકલીની ચીંચીંચીં ઓછી થતી જાય છે. પક્ષી જગતમાં ચકલી જ એવું પક્ષી છે કે જે જંગલમાં રહી શકતુ નથી એ માણસની વસાહત વચ્ચે જ જીવે છે. હવામાંના બેકટેરીયા અને જીવજંતુને ઓછા કરવાનો ચકલીનો ઘણો ફાળો છે.
એના અવાજમાં કયાં કોયલની મીઠાશ છે, પણ માનવની નજીકનો વસવાટ કોયલનાં ટહુકાથી કંઇ ઘણો અલગ ભાવનાત્મક સહવાસની હુંફ પૂરી પાડે છે. પાકા મકાનોમાંઘડીયાળ પાછળ કે ફોટા પાછળ માળો બનાવે એ આપણને ગમતુ નથી તો ચકલીના માળા બજારમાંથી લાવી શકાય. ઘણી એન.જી.ઓ.એ સેવાકીય સ્તુત્ય પ્રયાસ કરે છે, જે આવકારદાયી છે. આપણી દુનિયાની સાથે ચકલીની દુનિયાને પણ વસાવીએ.
બામણિયા – મુકેશ બી. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.