‘સેવા’દ્વારા સ્વાશ્રયી મહિલાઓને મદદરૂપ થનારાં સ્વ. ઈલાબેન પાઠક હવે હૃદયસ્થ છે. તેમણે સમાજસેવાનો ભેખ લીધો. ખરા અર્થમાં કોઈને મદદરૂપ કેવી રીતે થવાય તેના પાઠ સ્વ. ઈલાબેન આપણને શીખવાડી ગયાં. નાના-નાના ધંધા રોજગાર દ્વારા આર્થિક ઉપાર્જન કરનારી મહિલાઓને સંગઠિત કેવી રીતે થવું? આર્થિક સાધનો કેવી રીતે ઊભાં કરવાં? ધંધા-રોજગાર કેવી રીતે ચલાવવા તેની તાલીમ અને માર્ગદર્શનનું કેન્દ્ર ‘સેવા’બન્યું. એક રીતે ‘સેવા’દ્વારા ઈલાબહેને તે જ કામ કર્યું જે ખૂબ ઊંચી ફી લઈને આઈ.આઈ.એમ. કરે છે. પણ આપણે માઈન્ડસેટ જ એવો છે કે આપણને આઈ.આઈ.એમ. નું ગ્લેમર દેખાય છે. ‘સેવા’ની સાદગી નહીં! વળી આંતરરાષ્ટ્રિય સ્તરે બાંગ્લા દેશના અર્થશાસ્ત્રી મહેબુબ ઊલ હક્કે ‘‘માઈક્રો ફાઈનાન્સ’’દ્વારા જે નામના મેળવી તે જ નાની મૂડીનું ધિરાણ આપવાનું કામ ‘સેવા’વર્ષોથી કરે છે.
સ્વ. શ્રીમતી ઈલાબહેનને શ્રધ્ધાસુમન આપવા પાછળનો આપણો મૂળ ઉદ્દેશ જીવનલક્ષી શિક્ષણની વાત કરવાનો છે. ભારતમાં શિક્ષણ અને તેને સંબંધિત ચર્ચાઓમાં ઔપચારિક પાઠ્યક્રમમાં બંધાયેલા શિક્ષણની જ વાત થાય છે. કૌશલસર્જક જીવનોપયોગી શિક્ષણની ચર્ચા થતી નથી. વળી આપણે હજુ વ્યક્તિ અને તેમાંય બાળક કે યુવાનના શિક્ષણની જ વાત કરીએ છીએ. સમૂહના શિક્ષણની ચિંતા કે ચર્ચા કરતા નથી. શું જેમણે શાળા કોલેજનું શિક્ષણ પૂરું કર્યું તેને હવે ભણવાની જરૂર નથી? જે 1990 પહેલાં ભણી ચૂક્યાં હોય અને નવી વિજ્ઞાન-ટેક્નોલોજી-સમાજવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા અસ્તિત્વમાં આવી તેના વિશે જાણકારી મેળવવાની જરૂર નથી? કોઈ કહેશે કે આ તો બધું જેમ જેમ આવતું જાય તેમ તેમ શીખાતું જાય!
એમાં વળી જૂદું પાડીને શું શીખવાનું! તો જવાબ છે ના, એમ સૌ પોતપોતાની રીતે શીખતા જાય-સમજતા જાય તો તો વ્યક્તિગત સમજણ વિકસે, જે લગભગ ‘‘સ્વ’’આધારિત હોય, જરૂર પૂરતી જ હોય. સમૂહનું ઘડતર ન થાય! આપણે જરૂર છે નાગરિક શિક્ષણની સમૂહના ઘડતરની. જ્યારથી શિક્ષણમાં ખાનગીકરણ આવ્યું છે ત્યારથી શિક્ષણનો હેતુ માત્ર અને માત્ર વ્યવસાયલક્ષી થઈ ગયો છે. સમાજ અને રાજનીતિમાં આગેવાનો પણ સત્તા અને સંપત્તિના હેતુ માટે જ કામ કરતાં થયાં છે. એટલે હવે ક્યાંક સમાજઘડતરનો હેતુ રહ્યો નથી! હવે સામાજિક, આર્થિક, રાજકીય જગતમાં ‘‘કામ કરે એવો માણસ’’એટલે ‘સાચાં-ખોટાં કામ’પાર પાડે તેવો માણસ હવે સમાજ માટે ભેખધારી ઈલાબહેન જેવાં લોકો જોવા નહીં મળે!
ભારતમાં ધાર્મિક કથા-વાર્તા લોકસાહિત્યના ડાયરા, સામાજિક સંસ્થાઓનાં પ્રવચનો, લોકમેળાઓ એ ઔપચારિક શિક્ષણનાં સ્થાનો અને સાધનો હતાં. આ જગ્યાઓએ થતાં નાટકો, ગીતો, કથાઓ, પ્રવચનો મૂળભૂત માનવઘડતરનું કામ કરતા સમાજને તેની નબળાઈ બતાવતા રાજ્યશાસનને અરીસો બતાવતા. દિવસે ને દિવસે સમાજમાં આવા સામાજિક ઘડતર કરનાર લોકો અને કાર્યક્રમો ઘટતાં જાય છે. હવે અત્ર-તત્ર-સર્વત્ર મનોરંજન હાવી થતું જાય. કાર્યક્રમ કોઈ પણ હોય, ચટપટું અને તત્કાળ મનોરંજન સર્જનારું વક્તવ્ય, નાટક, ગીત અગ્રેસર છે. થોડીક ચિંતા કરાવે, થોડા પ્રશ્નો ઊભા કરે તેવાં પ્રવચનો-નાટકો-કલાઓ લોપાતી જાય છે. માટે જ લોકશાહી કેન્દ્રસ્થાને રહેલી ચૂંટણીઓમાં પણ મુદ્દાઆધારિત રાજનીતિ અને પ્રવચનોને બદલે આક્ષેપ-આવેગ અને મનોરંજનનું પ્રમાણ વ્યાપક બન્યું છે!
ખરેખર તો ચૂંટણી સમયે રાજનીતિના મુદ્દાઓ અને જાહેર વહીવટના પ્રશ્નોનું ખાસ જ્ઞાન-હેતુપૂર્વકનું જ્ઞાન પ્રજાને મળવું જોઈએ. સામાજિક સંસ્થા, આગેવાનો, ચેનલો કે ઈવન ચૂંટણી પંચે પણ મૂળભૂત નાગરિક બાબતો, રાજનીતિ અને વિચારધારાની ચર્ચા થાય તેવા કાર્યક્રમો ગોઠવવા જોઈએ! આજે તો આપણી પાસે મીડિયા છે. કેટલાં સશક્ત સાધનનો કેટલો હાસ્યાસ્પદ દુરુપયોગ થઈ રહ્યો છે? આપણે પરંપરાગત સાધનો અને આધુનિક સાધનો દ્વારા રાજ્ય, નીતિશાસ્ત્રના નિયમો પ્રજાને સમજાવવાની જરૂર છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, રાજ્ય વિધાનસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણીના તત્ત્વત: ભેદને પ્રજા સાદાં ઉદાહરણોથી સમજે! અને જે ચૂંટણી હોય તેને લગતા મુદ્દા જ ચર્ચે અને તે મતદાન કરે ત્યારે તે મુદ્દાઓ મુજબ જ કરે!
આપણે ત્યાં ચૂંટણીમાં ભાગ લેનારા ઉમેદવારો અને તેમાંય ખાસ તો મુખ્ય પાર્ટીના ઉમેદવારો જ ભાષણો કરે છે. ખરેખર તો પ્રવચનો, પોતાના અનુભવો, તકલીફો, અપેક્ષાઓ પ્રજાએ કહેવાની હોય અને નેતાઓએ તે સાંભળવાનું હોય.
અગાઉ પણ આ કોલમમાં લખ્યું જ છે, જે આજે ફરી પુનરાવર્તન થાય છે કે ગ્રીસમાં આધુનિક લોકશાહીનો ઉદ્ભવ થયો ત્યારે રાજાશાહીના વિકલ્પે લોકશાહી કેવી રીતે કામ કરશે? આપણે આપણા પ્રતિનિધિ કઈ રીતે ચૂંટીશું! કાયદાઓનું ઘડતર કઈ રીતે થશે! આ બધી જ ચર્ચાઓ ગ્રીસની ગલીઓમાં સામાન્ય પ્રજાના ટોળામાં થતી હતી! માટે ત્યાં આધુનિક લોકશાહીનું પ્રજાસ્તરે ઘડતર થયું છે. આપણે આ લોકશિક્ષણ થયું નથી. કોઈ વિદ્વાને લખ્યું છે કે ‘‘દરેક પ્રજાને એટલું શિક્ષણ તો મળવું જ જોઈએ કે તે પોતાના પ્રશ્નોને સમજી શકે તથા બીજો ઓળખે તે રીતે સમજાવી શકે!’’ આપણી પ્રજા પોતાના જ પ્રશ્નો નથી ઓળખતી તો બીજાને તો સમજાવી જ ક્યાંથી શકે?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.