કોરોના કાળમાન ભારત સહિત દુનિયાભરમાં અંગદાનનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. એક સંશોધન અનુસાર દર વર્ષે લગભગ પાંચ લાખ લોકોનું મોત અંગોની અનુપલબ્ધતાના લીધે થયું હતું. બે લાખ માણસને વર્ષે કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત સામે 8 થી 10 હજારને જ પ્રત્યારોપણ થાય છે. 80 હજાર રોગીઓને લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત સામે કેવળ 18 હજારનુન જ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, એક લાખ દરદીઓને વર્ષે કોર્નિયલ અગર આઇ ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત સામે અરધોઅરધ સંખ્યાને જ પહોંચી વળાય છે અને 50 હજાર હૃદયની સરેરાશ વાર્ષિક માગણી સામે માત્ર બસો દાતાઓનો જ મેળ ખાય છે.
અમદાવાદ – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
કોરોના કાળમાં ઓછું અંગદાન
By
Posted on