Charchapatra

સાથી હાથ બઢાના 

હાલમા સમગ્ર રાજ્યમા મતદારયાદી સુધારણાની સઘન ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત રાજ્યભરમાં શાળાના શિક્ષકો સહીત અન્ય કર્મચારીઓ બી.એલ.ઓ.ની કામગીરીમા પોતાની ઉમદા ફરજ નિભાવી રહ્યા છે. આમ છતા કામના અતિ ભારણને કારણે રાજ્યમાં બી.એલ.ઓ.ના અકાળે અવસાનની ઘટનાના સમગ્ર રાજ્યમા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પોતાની કૌટુંબિક, સામાજિક, શૈક્ષણિક જેવી જવાબદારીની સાથે આ મરજીવાઓ  (બી.એલ.ઓ.) દેશ માટે રાષ્ટ્રીય કામગીરીમા પોતાનુ મહામૂલું યોગદાન આપી રહ્યા છે .

ત્યારે એમની સેવાની કદર સ્વરૂપે સુરત શહેરની માધ્યમિક શાળાના એક સંવેદનશીલ અને ઋજુ હૃદયી આચાર્યએ બી.એલ.ઓ.ની કામગીરીના સ્થળે જઇ તેઓને ઉત્સાહ વધારનારુ પુસ્તક અને ગુલાબનું ફુલ આપી સન્માન કરી તેઓની કામગીરીને બિરદાવવાનુ જે ઉમદા કાર્ય કર્યુ છે એ ખરેખર પ્રશસનીય અને પ્રેરક  છે. આપણા સૌની પણ દેશના નાગરિક તરીકે ફરજ બને છે કે આપણા બંધુઓને મદદરૂપ થઇ દેશસેવાના આ કાર્યમા આપણુ યોગદાન આપી આ પ્રક્રિયાને વધુ સરળ બનાવીએ. આ સમયે એક ફિલ્મનુ ગીત અવશ્ય યાદ આવે છે. “ સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના”     
જહાંગીરાબાદ, સુરત-  ચંદ્રકાંત પી. સોલંકી  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top