Charchapatra

બેંકોમાંથી કાયદેસર થતી લૂંટફાટ

ભારતીય બેંકોને 30 વધુ નાગરિકો મળીને રૂપિયા દસ ટ્રિલીયન રૂપિયાનો ચૂનો ચોપડી વિદેશમાં કે દેશમાં નાસતા ફરે છે. આ મહાઠગો કોઈ આર.એસ.એસ., બજરંગ દળ, શ્રી રામસેતુ સંસ્થા, હિન્દુ વિજીલન્સ ફોરમ કે ભાજપનું કે વિશ્વ હિન્દુ પરિષદનું પણ કોઈ નથી. વળી, બેંકની લૂંટગાળાનો સમય 2004 થી 2014 છે. જ્યારે એન્ટોનિયા કોંગ્રેસ સત્તામાં હતી અને આજે જેવો મોદીને ચોર કહે છે તેનું કારણ એ છે કે મોદીજીએ આવતાની સાથે તમામ રમતો અટકાવી દીધી કેટલી વધી નાણાંની ગોબાચારી કરી સંસ્થાઓ બંધ કરાવી દીધી છે.

લોભ-લાલચમાં આવી જઈ નિર્દોષ નાગરિકોનું આર્થિક શોષણ કરતા વ્યકિત કે સંસ્થાને તાણા બંધી કરાવી દીધા છે. અરે ! સુરતમાં પણ ઊંચા વ્યાજે, ધીરતા વ્યકિતગત ખાનગી લોન પર પણ પ્રતિબંધ લાવી, કાયદેસરની લોન મળી રહે તેવી કાયદો અને વ્યવસ્થા ઊભી કરી હોય, ત્યારે કોણ ચોર, કોણ મહાચોર તેની સમજ કેળવવી રહી. ખોટા લોકોને પ્રોત્સાહન આપી સપોર્ટ કરી, અજાણતાજ નિર્દોષ નાગરિકોને નૂકશાન થાય તેવી વ્યવસાયને પ્રોત્સાહિત આપી કૂદરતના ગુન્હેગાર બનીએ છીએ તે વાત ધ્યાને લે.
સુરત     – પરેશ ભાટિયા-  આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સહકર્મીઓ સાથેનો વ્યવહાર, વર્તન અને વાણી
કુદરતે નિર્માણ કરેલ પ્રત્યેક જીવો અને પદાર્થો સમાન નથી. દરેકમાં બીજાથી અલગ વિશિષ્ટતાઓ છે. ઘરનાં સભ્યો કેટલાક નિર્ણયોમાં એકમત નથી તો તમારા કાર્ય સ્થળે સહકર્મીઓ સમાન કયાંથી હોઈ શકે? થોડુંક જતું કરવાની ઉદારતા અને સાથી મિત્રની સાચી વાત સ્વીકારવાની ભાવનાથી રહીએ તો ઓફીસમાં તનાવ ન રહે. કો-વર્કર સાથે મિત્રતાપૂર્ણ સંબંધો વિકસાવવાથી જીવનમાં આનંદની, ખુશીની અનુભૂતિ થાય છે.ઓફીસ ઘરે નથી આવતી, ઓફીસમાં તમામ સહકર્મીઓ સરખા નહિ હોય. કોઈ ખૂબ મળતાવડું તો કોઈ ખૂબ ઓછું બોલનાર, કોઈ બોલ બોલ કરનાર તો કોઈ અતડું રહેનાર હોય.

કેટલાક હાથીદાંત જેવાં. ચાવવાના જુદાં, દેખાડવાના જુદાં. આવાં કર્મચારીઓ તમારી પ્રગતિ,પ્રામાણિકતા અને પ્રતિભાને ઝાંખી પાડવા,પછાડવા તકની રાહ જોતા હોય છે.આવાં કર્મચારીઓ સાથે સાવચેતીપૂર્વક વર્તવામાં જ ભલાઈ છે.કોઈ કર્મચારી ગંભીર તો કોઈ હસમુખી, કોઈ પોતાના કામમાં જ મસ્ત રહે.જે જેવાં છે તેવાં તેમને સ્વીકારશો તો સૌ તમને મદદરૂપ થશે.કેટલાક ખટપટમાં જ રાચતા રહે છે, તેમનાથી અંતર જાળવવું, તેમની વાતમાં વિશ્વાસ ન મૂકી દેવો,સમય લો,પારખો અને સંબંધ જાળવી રાખો તો મુશ્કેલ સ્થિતિમાં ન મુકાઈ જવાય.
સુરત     – અરુણ પંડયા-  આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

આપણી બેંકો વિશે ચિંતા કરો
વિદેશોમાં જે રીતે બેંકોનાં ઉઠમણાં થઇ રહ્યાં છે તે જોતાં મંદીનો વ્યાપ હજુ વધશે. આપણો દેશ પણ તેમાંથી બાકાત રહી શકશે નહીં. વધતી જતી મંદીના કારણે જ રિઝર્વ બેંક દ્વારા અવારનવાર વ્યાજના દર વધારવા પડી રહ્યા છે. નજીકના ભવિષ્યમાં મંદીની સ્થિતિમાં સુધાર આવે તેવી કોઇ સંભાવના જણાતી નથી. વિદેશોમાં વધતી જતી મંદીના કારણે આપણા દેશની આર્થિક પરિસ્થિતિ બગડે તે પહેલાં સરકારે સાવચેતીનાં પગલાં લેવાની તાતી જરૂર છે. જો કે ભારતીય બેંકોની થાપણોમાં થયેલા વધારાના કારણે આપણી બેંકો વધુ સમૃધ્ધ બની છે. આ થાપણોને ઉત્પાદક માર્ગે વાળી વધુ રોજગારીનું સર્જન કરી, બજારમાં નાણું વધુ ને વધુ ફરતું થાય તે અંગેનું આયોજન કરવામાં આવે તો મંદીને વધુ ઘેરી બનતી અટકાવી શકાય તેમ છે અને રોજગારીનું નવુ સર્જન પણ કરી શકાય તેમ છે. સરકાર આ અંગે વિચારશે ?
પાલનપુર          – મહેશ વી. વ્યાસ –  આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top