National

બાંયો ચઢાવતી સિદ્ધિ!! એક દિવસમાં 1 કરોડને રસી

ભારતે આજે કવિડ-૧૯ની રસીના એક કરોડ કરતા વધુ ડોઝ આપ્યા હતા, જે એક દિવસમાં અપાયેલા સૌથી વધુ ડોઝ છે એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.કોવિન પોર્ટલના જણાવ્યા પ્રમાણે કોવિડ-૧૯નું રસીકરણ કવરેજ દેશમાં ૬૨૧૭૦૬૮૮૨ ડોઝનો આંકડો વટાવી ગયું છે. વડાપ્રધાન મોદીએ આ રસીકરણ પાછળ જેઓ છે તેમની સરાહના કરી હતી અને જે લોકોએ રસી મૂકાવી છે તેમની પણ પ્રશંસા કરી હતી. આજે રસીકરણનો વિક્રમી આંકડો! એક કરોડનો આંક વટાવો એ એક સીમાચિન્હરૂપ સાહસ છે.

જેમણે રસી મૂકાવી અને જેઓ રસીકરણ અભિયાનને સફળ બનાવી રહ્યા છે તેમને અભિનંદન. એમ તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ…આ એક સહિયારો પ્રયાસ છે જેના વડે દેશે એક દિવસમાં એક કરોડ રસીનો આંકડો વટાવ્યો છે. આ આપણા આરોગ્ય કાર્યકરો અને વડાપ્રધાન મોદીના અથાક કાર્યનું પરિણામ છે. કોવિન પોર્ટલના જણાવ્યા પ્રમાણે આજે ૧૦૦૬૪૦૩૨ ડોઝ મૂકવામાં આવ્યા હતા.

આ પહેલા ૧૭મી ઓગસ્ટે દેશમાં એક દિવસમાં ૮૮ લાખ કરતા વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. ૧૮થી ૪૪ વર્ષની વયના જૂથના ૩૦૮પ૦૬૧૬૦ લોકોએ રસી લીધી છે અને ૪૫ વર્ષથી વધુ વયના જૂથમાં ૨૩૯૮૯૯૮૪૯ લોકોએ રસી લીધી છે એમ આરોગ્ય મંત્રાયલ જણાવે છે. રસીકરણની કવાયત એ દેશમાં સૌથી વધુ જોખમ ધરાવતા લોકોને કોવીડ-૧૯થી બનાવવા માટેનું સાધન છે અને તેની નિયમિત રીતે સમીક્ષા કરવામાં આવે છે અને સર્વોચ્ચ સ્તરેથી દેખરેખ રાખવામાં આવે છે એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતું.

Most Popular

To Top