World

લેબનોન પેજર બ્લાસ્ટ: કેરળના રિનસન જોસની કંપની પેજર સપ્લાય કરતી હોવાની શંકા

લેબનોનમાં પેજર બ્લાસ્ટમાં ભારતીય મૂળના નાગરિક રિન્સન જોસ (37 વર્ષ)નું નામ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેરળના વાયનાડમાં જન્મેલા રિન્સન જોસ બલ્ગેરિયન કંપની નોર્ટા ગ્લોબલ લિમિટેડના માલિક છે. રિન્સન પર તેની કંપની નોર્ટા ગ્લોબલ દ્વારા હિઝબુલ્લાહને પેજર સપ્લાય કરવાનો આરોપ છે.

લેબનોનમાં 17 સપ્ટેમ્બરે પેજર બ્લાસ્ટ થયા હતા જેમાં 12 લોકોના મોત થયા હતા અને લગભગ 3000 લોકો ઘાયલ થયા હતા. ઇઝરાયેલ પર લેબનોનમાં પેજર બ્લાસ્ટનો આરોપ છે. હવે આ મામલે ભારતીય મૂળના નાગરિક રિન્સન જોસનું નામ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર વાયનાડમાં રહેતા રિન્સનના પિતાએ પોલીસને જણાવ્યું કે તેમનો પુત્ર દરરોજ ફોન કરતો હતો પરંતુ છેલ્લા ઘણા દિવસોથી તેનો ફોન આવ્યો ન હતો.

રિન્સન ઉપરાંત હંગેરિયનના સીઈઓ ક્રિસ્ટિયાનો બારસોનીનું નામ પણ શંકાસ્પદ લોકોની યાદીમાં છે. પેજર સપ્લાયમાં તાઈવાન, હંગેરી અને બલ્ગેરિયાની કંપનીઓના નામ સામે આવ્યા છે. સીબીએસ ન્યૂઝ અનુસાર નોર્ટા ગ્લોબલ લિમિટેડની રચના એપ્રિલ 2022માં કરવામાં આવી હતી. તેનો માલિક રિન્સન જોસ છે, જે નોર્વેનો રહેવાસી છે. રોઈટર્સે ઈમેલ દ્વારા નોર્ટા ગ્લોબલના માલિક રિન્સન જોસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. બલ્ગેરિયાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ રિન્સન જોસને ક્લીનચીટ આપી હતી. સુરક્ષા એજન્સીએ કહ્યું કે રિન્સન જોસ અને તેના નોર્ટા ગ્લોબલનું કોઈ શિપમેન્ટ ગયું જ નથી.

રિન્સન હુમલા બાદ ગુમ
કેરળના મીડિયા રિપોર્ટ અનુસાર રિન્સન વાયનાડનો રહેવાસી છે. તે એમબીએ પૂર્ણ કર્યા પછી નોર્વે ગયો હતો અને છેલ્લે નવેમ્બર 2023 માં તેના ગામની મુલાકાત લીધી હતી. તે નોર્વેમાં કન્સલ્ટિંગ ફર્મ ચલાવતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર રિન્સન હાલમાં અમેરિકામાં છે અને તેની નોર્ટા ગ્લોબલ લિમિટેડ એક ઈઝરાયેલી શેલ કંપની હોઈ શકે છે.

પોલીસે રિન્સનના માતા-પિતાને તેમના ઘરે ઘણી વખત મુલાકાત લીધી છે પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે પૂછપરછ કરવામાં આવી નથી. રિન્સનના પિતા મૂથેડમ જોસ મનાંતાવડી ગામમાં દરજી તરીકે કામ કરતા હતા, જે વિસ્તારમાં ‘ટેલર જોસ’ તરીકે ઓળખાય છે. તેમણે પોલીસ અધિકારીઓને કહ્યું કે તેમનો પુત્ર દરરોજ ફોન કરતો હતો પરંતુ કેટલાક દિવસોથી તેનો કોઈ ફોન આવ્યો ન હતો. તેમણે શુક્રવારે તેને ફોન કર્યો હતો પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો.

Most Popular

To Top