World

લેબનાને ઇઝરાયેલ ઉપર મિસાઇલ હુમલો કર્યો, એક ભારતીયનું મોત, બે ઘાયલ

જેરુસલેમ: ઇઝરાયેલની (Israel) ઉત્તરીય સરહદ પર માર્ગલિયોટ નજીકના એક બગીચામાં લેબનાનથી ગઇકાલે સોમવારે એક મિશાઇલ છોડવામાં આવી હતી. છોડવામાં આવેલી આ એન્ટી ટેન્ક મિસાઇલના (Anti-tank missile) કારણે સોમવારે એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા.

રેસ્ક્યુ સર્વિસ મેગેન ડેવિડ એડોમ (એમડીએ)ના પ્રવક્તા ઝકી હેલરે જણાવ્યું હતું કે મિસાઇલ સોમવારે સવારે 11 વાગ્યે ઉત્તર ઇઝરાયેલના ગાલીલી ક્ષેત્રમાં માર્ગલિયોટ (સામૂહિક ખેતી સમુદાય)ના એક બગીચામાં પડી હતી. તેમજ આ હુમલામાં ત્રણ ભારતીયો અસરગ્રસ્ત થયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ ત્રણેય લોકો દક્ષિણી રાજ્ય કેરળના રહેવાસી છે.

ત્રણેય લોકો કેરળના છે
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આ હુમલામાં કેરળના કોલ્લમના રહેવાસી પટનીબિન મેક્સવેલનું મોત થયું છે. તેમણે કહ્યું કે બુશ જોસેફ જ્યોર્જ અને પોલ મેલ્વિન પણ ગંભીર રીતે આ ઘટનામાં ઘાયલ થયા છે. તેમજ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, “જ્યોર્જને ચહેરા અને શરીરની ઇજાઓ સાથે બેલિન્સન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ તેનું ઓપરેશન થયું છે. તેમજ સારવાર બાદ તેની ઇજાઓમાં રિકવરી આવી રહી છે. પરંતુ ઇજાઓ ગંભીર હોવાથી તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. સારવાર દરમિયાન તેના પરિવાર સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમજ હાલ તે ભારતમાં પોતાના પરિવાર સાથે વાત કરી શકે છે.

હિઝબુલ્લાએ હુમલો કર્યો
વધુમાં જણાવવામાં આવ્યું છે કે મેલ્વિનને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેને ઉત્તર ઈઝરાયેલના સેફેડ શહેરમાં આવેલી ઝીવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે કેરળના ઇડુક્કી જિલ્લાનો રહેવાસી છે. એવું માનવામાં આવે છે કે આ હુમલો લેબનાનમાં હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવ્યો છે. જે ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હમાસના સમર્થનમાં 8 ઓક્ટોબરથી ઉત્તરી ઈઝરાયેલમાં રોજેરોજ રોકેટ, મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કરાવી રહ્યો છે.

Most Popular

To Top